બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Approval of works for storage and distribution of surplus water of Narmada in Kutch

નિર્ણય / કચ્છમાં થશે પાણીની રેલમછેલ: ખેડૂતો માટે 2, 304 કરોડના પાણીના સંગ્રહ અને વિતરણના કામોને લીલીઝંડી, જુઓ કયા કામ પાસ

Vishal Khamar

Last Updated: 05:54 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છનાં સરહદી વિસ્તારોમાં નર્મદાનાં વધારાનાં પાણીનાં સંગ્રહ અને વિતરણ માટેનાં 2304 કરોડનાં વહીવટીય કામોને વહીવટી મંજૂરી મળી છે. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • કચ્છનાં સરહદી વિસ્તારમાં નર્મદાનાં વધારાનાં પાણીનો કરાશે સંગ્રહ
  • નર્મદાના વધારાના પાણીના સંગ્રહ અને વિતરણ માટે કામોને મંજૂરી
  • રાજ્ય સરકાર દ્વારા 2304 કરોડના કામોને વહીવટી મંજૂરી 

 નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કચ્છનાં સરહદી વિસ્તારનાં ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદાનાં વધારાનાં પાણીનાં સંગ્રહ અને વિતરણ માટેનાં 2304 કરોડનાં કામોની વહીવટી મંજૂરી મળી ગઈ છે. ત્યારે ફેઝ ટૂ માં સધર્ન લિંક અને નોર્ધન લિંક માટે 2304 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સધર્ન લીંક માટે સરકાર દ્વારા 1421 કરોડ તો નોર્ધન લિંક માટે 883 કરોડની વહીવટી મંજૂરી મળી છે. 

2304 કરોડના કામોને વહીવટી મંજૂરી 
કચ્છ જીલ્લાને નર્મદાનાં પૂરનાં વધારાના 1 મીલીયન એકર ફીટ પાણીનાં યોગ્ય સંગ્રહ, આયોજન અને વિતરણ માટે 2 તબક્કા અંતર્ગત સર્ધન લીંક અને નોર્થન લીંકની કામગીરી 2304.92 કરોડના અંદાજીત ખર્ચનાં કામોને વહીવટી મંજૂરી આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો ક્યાં ઝોનમાં કેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં સિઝનનો કુલ 79.33 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 135.80 ટકા, સૌરાષ્ટ્રમાં 109.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.85 ટકા, દક્ષિણ ગુજરાતમાં 70.50 ટકા, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 63.47 ટકા વરસાદ પડ્યો છે. ત્યારે સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં જ્યારે સૌથી ઓછો વરસાદ પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં પડ્યો છે.

ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું
ભારે વરસાદ પડતા નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 129.85 મીટર પહોંચી છે. ઉપરવાસમાં વરસાદથી ડેમમાં 49 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી પાણી છોડાતા હાલ જળસપાટી સ્થિર છે. વિયર ડેમ કમ કોઝ-વે 2 મીટર પરથી ઓવરફ્લો થયો હતો. ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. જેથી નદીકાંઠેનાં તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

રાજ્યનાં 207 જળાશયોમાં 72.26 ટકા જેટલો જળસંગ્રહ
જળસંગ્રહની સ્થિતિમાં રાજ્યમાં 207 જળાશયોમાં અત્યાર સુધી 72.06 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિનાં 75.19 ટકા જેટલો સંગ્રહ થયો છે. 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો હોય તેવા 65 જળાશય, 90 થી 100 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 27 જળાશય, 80 થી 90 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 27 જળાશય જ્યારે 70 થી 80 ટકા જળસંગ્રહ થયો હોય તેવા 9 જળાશય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ