બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Apple કરશે મોટો ધમાકો, iPhone 18 Pro માં હશે એવું ફિચર કે લેનારને મોજ પડી જશે
Last Updated: 12:03 PM, 19 October 2025
એપલે તાજેતરમાં નવી ડિઝાઇન અને અપડેટેડ કેમેરા સાથે iPhone 17 Pro લોન્ચ કર્યો હતો. હવે એપલ વર્ષ 2026 માં iPhone 18 સીરીઝ, iPhone 18 Pro અને 18 Pro Max લોન્ચ કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોન એપલની હિસ્ટરીમાં નવા ફોનમાં સૌથી મોટું કેમેરા અપગ્રેડ આવશે. એવી ચર્ચા હતી કે, એપલે તેના કેમેરા ઇનોવેશનને સ્લો કરી દીધું છે. એવામાં Vivo, Oppo અને Xiaomi જેવી બ્રાન્ડ્સે મોબાઇલ ફોટોગ્રાફીમાં જોરદાર ઇનોવેશન કરી રહ્યું છે. પરંતુ હવે એપલ iPhone 18 Pro સીરીઝ સાથે એક મોટું કેમેરા ઇનોવેશન લઈને આવી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

આ ફીચર તાજેતરમાં Xiaomi અને Vivo જેવા ફ્લેગશિપ ફોનમાં મળે છે, પરંતુ Apple તેને વધુ એડવાન્સ સ્વરૂપમાં રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફીચર લો લાઈટ ફોટોગ્રાફી અને ડેપ્થ ઇફેક્ટ માટે ઉપયોગી થશે. LG Innotech અને Foxconn જેવી કંપનીઓ આ નવી કેમેરા ટેકનોલોજી ડેવલોપ કરવામાં Appleને મદદ કરશે.
ADVERTISEMENT
એપલે તેની કેમેરા ક્વોલિટી અને કલર એક્યુરેસી માટે જાણીતું છે. હવે જ્યારે કંપની Variable Aperture System જેવી એડવાન્સ ટેક્નોલીજી લાવવા જઈ રહી છે, જે ફોટો ક્વોલિટીને એડવાન્સ સ્ટેજ પર લઈ જશે સાથે બીજી કંપનીઓને પણ તેની ઉપર કામ કરવા માટે મજબુર કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.