બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / 1 લાખનો સેમસંગ ગેલેક્સી ફોન માત્ર 52000માં! ફીચર્સ પણ જોરદાર, જાણો ઑફર
Last Updated: 10:25 AM, 18 October 2025
જો તમે ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક બેસ્ટ ચાન્સ આવ્યો છે. Samsung Galaxy Z Flip 6 હાલમાં 54,000 રૂપિયાથી વધુના મોટા ડિસ્કાઉન્ટ પર ઓફર કરવામાં આવી રહ્યો છે. ફોનની લોન્ચ કિંમત 1,09,999 રૂપિયા હતી. પરંતુ હવે તે વિજય સેલ્સમાંથી ફક્ત 55,999 રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે HDFC બેંક ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમને 3500 રૂપિયાનું એક્સ્ટ્રા બેંક ડિસ્કાઉન્ટ મળશે, જેથી કિંમત 52,499 રૂપિયા સુધી પહોંચશે. તમે ઈચ્છો છો તો તમે તમારા જૂના સ્માર્ટફોનને બદલીને આ કિંમતને હજુ પણ વધુ ઘટાડી શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે 6.7-ઇંચ FHD+ ડાયનેમિક AMOLED 2X મેઈન ડિસ્પ્લે આવે છે. બહારની તરફ 3.4-ઇંચની Super AMOLED કવર સ્ક્રીન છે, જ્યાં તમે નોટિફિકેશન, સેલ્ફી અને એપ્લિકેશન પ્રિવ્યુ જોઈ શકો છો. આ ફોનમાં Snapdragon 8 Gen 3 ચિપસેટ અપાઈ છે, જે 12GB રેમ સાથે, ફ્લેગશિપ-લેવલ પર્ફોર્મન્સ આપે છે. જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 12-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 10-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આવે છે.
ADVERTISEMENT
આ ફોનમાં 4000mAh બેટરી અપાઈ છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ બંનેને સપોર્ટ કરે છે. તેમાં Auto Zoom જેવું AI ફીચર પણ આપ્યું છે, જે ઓટોમેટિકલી સબ્જેક્ટ શોધી કાઢે છે અને ફ્રેમને એડજસ્ટ કરે છે. તેની સ્ટાઇલિશ ડિઝાઇન, ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટર તેને એટ્રેક્ટિવ બનાવે છે. જો તમે સ્ટાઇલિશ પ્રીમિયમ સ્માર્ટફોન શોધી રહ્યા હોવ તો આ ફોન બેસ્ટ ઓપ્શન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.