બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ગૂગલને જોઈએ છે તમારો જૂનો ફોન, પ્લાન સાંભળીને ઉડી જશે હોશ- કરશે આ કામ
Last Updated: 01:05 PM, 14 June 2026
જો તમે તમારો જૂનો ફોન વેચવા જઈ રહ્યા હોવ તો થોડી રાહ જુઓ. કેમ કે ગૂગલ તમારો આ જૂનો સ્માર્ટફોન લેવા માંગે છે. ગૂગલ તમારા જૂના ફોન રિફર્બિશ કરીને ફરીથી વેચવા માટે લઈ રહી નથી પરંતુ તે તેના પોતાના મિનિ ડેટા સેન્ટર બનાવવામાં મદદમાં લઇ શકે છે. કમ્પ્યુટિંગથી પર્યાવરણીય પ્રભાવને ઘટાડવા પર ફોક્સ્ડ એક નવી સ્ટડી પ્રોજેક્ટમાં, ગૂગલે જૂના સ્માર્ટફોનને ઓછા કાર્બન કમ્પ્યુટિંગ ક્લસ્ટરમાં કન્વર્ટ કરવાની તેની યોજના જાહેર કરી છે.
ADVERTISEMENT
આ જૂના ડિવાઇસને રિસાયક્લિંગ માટે મોકલવાને બદલે કંપની તેમના કમ્પ્યુટિંગ હાર્ડવેરને બહાર કાઢવા અને તેને પાવર ક્લાઉડ એપ્લિકેશન્સ અને રિસર્ચ વર્કલોડ માટે ફરીથી ઉપયોગમાં લેવા માંગે છે. સરળ શબ્દોમાં સમજીએ તો ગૂગલ જૂના સ્માર્ટફોનની અંદર ચિપ્સ, મેમરી અને સ્ટોરેજ લેવા માંગે છે અને આ કોમ્પોનેન્ટને એકસાથે જોડીને તેનો ઉપયોગ મિનિ ડેટા સેન્ટર તરીકે કરવા માંગે છે.
આ ઇનીસેટીવ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ડિએગોના રિસર્ચર સાથે વિકસાવવામાં આવી રહી છે, જેઓ હજારો રિટાયર્ડ સ્માર્ટફોનને નવા પ્રકારના કમ્પ્યુટિંગ પ્લેટફોર્મમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તે શોધી રહ્યા છે. જો તેમાં સફળતા મળે તો પ્રોજેક્ટ આખરે આશરે 2000 રિટાયર્ડ પિક્સેલ સ્માર્ટફોનથી બનેલો ડેટા સેન્ટર બનાવી શકે છે.
ADVERTISEMENT
આ કોન્સેપ્ટને "ફોન ક્લસ્ટર કમ્પ્યુટિંગ" કહેવામાં આવે છે. ગૂગલે તેની ઓફોશીયલ બ્લોગ પોસ્ટમાં સમજાવ્યું છે કે રિસર્ચર ડિસ્પ્લે, બેટરી, કેમેરા અને આઉટર કેસ જેવા બિનજરૂરી સ્માર્ટફોન કોમ્પોનેન્ટને દૂર કરે છે જેનાથી માત્ર મધરબોર્ડ જ રહે છે. જેમાં પ્રોસેસર, મેમરી અને સ્ટોરેજ રહે છે. આ મધરબોર્ડ્સને બાદમાં એકસાથે જોડવામાં આવે છે અને Linux-બેસ્ડ ઓપરેટિંગ સિસ્ટમથી લોડ કરવામાં આવે છે.
ADVERTISEMENT

આ એકવાર લિંક થયા બાદ ડિવાઇસને ક્લસ્ટરમાં ગોઠવી શકાય છે અને કુબર્નેટ્સનો ઉપયોગ કરીને સંચાલિત કરી શકાય છે, જે મોર્ડન ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે ઉપયોગમાં લેવાતું ઓર્કેસ્ટ્રેશન પ્લેટફોર્મ છે. ગૂગલના મતે આશરે 25 થી 50 સ્માર્ટફોનનું ક્લસ્ટર અમુક વર્કલોડ માટે મોર્ડન સર્વરની સમકક્ષ કમ્પ્યુટિંગ કામગીરી આપી શકે છે. રિસર્ચર માને છે કે સેંકડો કે હજારો ડિવાઇસને જોડીને તેઓ ક્લાઉડ-બેસ્ડ સર્વિસ ચલાવવા માટે કેપેબલ વાએબલ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ બનાવી શકે છે.
ADVERTISEMENT
ગુગલના મતે કમ્પ્યુટિંગનો કાર્બન ફૂટપ્રિન્ટ બે મુખ્ય સ્ત્રોતોમાંથી આવે છે. જેમાં સિસ્ટમ ચાલુ હોય ત્યારે વપરાતી વીજળી અને નવા હાર્ડવેરનું ઉત્પાદન કરતી વખતે ઉત્પન્ન થતું ઉત્સર્જનનો સમાવેશ થાય છે. જોકે ટેક ઇન્ડસ્ટ્રી ડેટા સેન્ટરોની ઉર્જા કાર્યક્ષમતા સુધારવામાં વર્ષો પસાર કર્યા છે. જેમાં મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ઉત્સર્જન ઘટાડવું એક મહત્વનો પડકાર છે. હાલના સ્માર્ટફોન હાર્ડવેરનો ફરીથી ઉપયોગ કરવાથી આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. કંપની મુજબ મોટાભાગના યુઝર્સ દર 4 ચાર વર્ષે તેમના સ્માર્ટફોન બદલે છે. પણ ડિવાઇસમાં હજુ પણ પાવરફુલ પ્રોસેસર, મેમરી અને સ્ટોરેજ હોય છે. આ કોમ્પોનેન્ટને બીજી વખત લાઈફ આપવાથી ઇલેક્ટ્રોનિક વેસ્ટ ઓછો થઈ શકે છે અને નવા સર્વર બનાવવાના પર્યાવરણીય ખર્ચથી પણ બચી શકાય છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આમ Google એવું નથી કહેતું કે જૂના સ્માર્ટફોન Gemini જેવા એડવાન્સ AI મોડેલોને ટ્રેનિંગ આપવા માટે ઉપયોગમાં લેવાતા પાવરફુલ GPU ક્લસ્ટરોને રિપ્લેસ કરશે. આ પ્રોજેક્ટનો હેતુ મોટા પાયે AI ડેવલોપ માટે જરૂરી વિશાળ માળખાને બદલે નાના ક્લાઉડ વર્કલોડને હેન્ડલ કરવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારો જૂનો સ્માર્ટફોન Nvidia ના AI ચિપ્સને રિપ્લેસ નહીં કરે. તેના બદલે Google આ ક્લસ્ટરોને યુનિવર્સિટીઓમાં ઉપયોગમાં લેવાતા શૈક્ષણિક અને રિસર્ચ વર્કલોડ, વેબ સર્વિસ, ગ્રેડિંગ સિસ્ટમ્સ, ક્લાઉડ-હોસ્ટેડ ડેવલપમેન્ટ વાતાવરણ અને Jupyter Notebook પ્લેટફોર્મ જેવા રોજિંદા કમ્પ્યુટિંગ કાર્યોને હેન્ડલ કરવા માટે વધુ ડ્યુરેબલ રીતે જુએ છે.
ADVERTISEMENT
UC સાન ડિએગોના રિસર્ચર 2000-ફોન કમ્પ્યુટિંગ ક્લસ્ટરની યોજના બનાવી રહ્યા છે જે સિસ્ટમ્સ પ્રોગ્રામિંગ અને પેરેલલ કમ્પ્યુટિંગ જેવા કમ્પ્યુટર સાયન્સ અભ્યાસક્રમોને સપોર્ટ કરશે. તેનાથી રિસર્ચરને સમજવામાં મદદ મળશે કે ડેટા સેન્ટર જેવા સતત વર્કલોડમાં કન્ઝયુમર-ગ્રેડ હાર્ડવેર કેવી રીતે કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.