બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Google Pixel 10 પર બમ્પર ડિસ્કાઉન્ટ, 17 હજાર રૂપિયા સુધીની બચતનો મોકો

ટેક / Google Pixel 10 પર બમ્પર ડિસ્કાઉન્ટ, 17 હજાર રૂપિયા સુધીની બચતનો મોકો

Jinal Chauhan

Last Updated: 03:00 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોનની વધતી કિંમતો વચ્ચે Google Pixel 10 પર શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર સામે આવી છે. Amazon પર આ પ્રીમિયમ સ્માર્ટફોનને લગભગ 17 હજાર રૂપિયા સુધીની બચત સાથે ખરીદવાની તક મળી રહી છે.

જો તમે નવો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ડીલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. Google Pixel 10 હાલમાં Amazon પર ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. ક્લીન Android અનુભવ, શક્તિશાળી Tensor G5 ચિપસેટ અને અદ્યતન કેમેરા ફીચર્સ ધરાવતો આ સ્માર્ટફોન તેની લોન્ચ કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે મળી રહ્યો છે. ઉપરાંત, કેશબેક ઓફરથી ગ્રાહકોને વધુ બચતનો લાભ પણ મળી શકે છે.

Amazon પર Google Pixel 10 પર મોટી છૂટ

Google Pixel 10ને ભારતમાં 79,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે હાલમાં Amazon પર તેનો 12GB RAM અને 256GB સ્ટોરેજ ધરાવતો Obsidian વેરિઅન્ટ 64,950 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ સાથે 1,948 રૂપિયાનું કેશબેક ઓફર પણ આપવામાં આવી રહ્યું છે. તમામ લાભોને જોડીએ તો ફોનની અસરકારક કિંમત લગભગ 63 હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે. એટલે કે ગ્રાહકોને લગભગ 17 હજાર રૂપિયાની બચત થઈ શકે છે.

Google Pixel 10

Google Pixel 10ના મુખ્ય ફીચર્સ

Google Pixel 10માં 6.3 ઇંચની OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3000 નિટ્સ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. સ્ક્રીનની સુરક્ષા માટે Corning Gorilla Glass Victus 2 આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Google Tensor G5 પ્રોસેસર પર કામ કરે છે અને Android 16 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. Google આ ફોન માટે 7 વર્ષ સુધી સોફ્ટવેર અને સિક્યુરિટી અપડેટ્સ આપવાની ખાતરી આપે છે.

કેમેરા અને બેટરી

ફોટોગ્રાફી માટે ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, જેમાં 48MPનો મુખ્ય કેમેરા, 13MPનો અલ્ટ્રા-વાઇડ સેન્સર અને 10.8MPનો ટેલિફોટો લેન્સ સામેલ છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 10.5MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4,970mAhની બેટરી આપવામાં આવી છે, જે લાંબા સમય સુધી ઉપયોગનો અનુભવ આપે છે.

vtv hiring

આ પણ વાંચોઃ Xiaomi લાવશે પાવરફુલ સ્માર્ટફોન, ભારતમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ થશે આ સીરીઝ

Nothing Phone (3) પર પણ મોટી ઓફર

Google Pixel 10ની જેમ Nothing Phone (3) પર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. 79,999 રૂપિયામાં લોન્ચ થયેલો આ સ્માર્ટફોન હાલમાં Amazon પર 42,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ઉપરાંત, 1,200 રૂપિયાથી વધુ કેશબેક અને 2,149 રૂપિયાનું બેન્ક ઓફર પણ મળી રહ્યું છે. તમામ ઓફર્સ બાદ ગ્રાહકો આ ફોનને 40 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ખરીદી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Google Pixel 10 Smartphone Deals Amazon Discount Offer
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ