Antimatter is one of the most expensive substances in the world
બાપ રે ! /
અદાણી-અંબાણી બધી સંપત્તિ વેચી નાખે તોય 1 ગ્રામ ન ખરીદી શકે એવી મોંઘી આ ચીજ, દુનિયા રોળી શકે
Team VTV08:22 PM, 31 Jan 23
| Updated: 08:30 PM, 31 Jan 23
એન્ટીમેટર નામના પદાર્થની વિશ્વમાં સૌથી મોંઘી ચીજમાં ગણના થાય છે. મહત્વનું છે કે વર્ષોની મહેનત બાદ લેબોરેટરીમા એન્ટીમેટર તૈયાર થાય છે.
દુનિયાની સૌથી મોંઘી ચીજ એન્ટીમેટર
અંબાણી - અદાણીની તમામ સંપત્તિ ખર્ચો તો પણ 1 ગ્રામ ન ખરીદી શકાય
વર્ષોની મહેનત બાદ લેબોરેટરીમા તૈયાર થાય છે એન્ટીમેટર
વિશ્વમાં સૌથી મોંઘી ચીજ વસ્તુઓમાં હીરા, સોના, પ્લેટિનમ અને યુરેનીયમની ગણના થાય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક એવી ચીજ છે જે વિશ્વની સૌથી મોંઘમાં મોંઘી છે ! જી હા આ પદાર્થનું નામ છે એન્ટીમેટર... એક ગ્રામ એન્ટીમેટર ખરીદવા માટે એશિયાના સૌથી મોટા ધનિક ગણાતા અંબાણી અને અદાણીની તમામ સંપત્તિ પણ ટૂંકી પડે !આવો જાણીએ શુ છે આ એન્ટીમેટર નામનો પદાર્થ.
એન્ટીમેટર પદાર્થ શુ છે
એન્ટીમેટર એક એવો પ્રતિ પદાર્થ છે જે પરમાણુ હથિયાર અને મેડિકલ ક્ષેત્રે પણ ઉપયોગી છે. સૌથી મહત્વની બાબત એ છે કે તેના એટમમા એટલે કે અણુમાં દરેક ચીજ ઉલટી હોય છે, સામાન્ય અણુમાં પોઝિટિવ ચાર્જ વાળા ન્યુક્લિયસ અને નેગેટિવ ચાર્જ વાળા ઇલેક્ટ્રોન્સ હોય છે પરંતુ એન્ટીમેટરમા નેગેટિવ ચાર્જ વાળા ન્યુક્લિયસ અને પોઝિટિવ ચાર્જ વાળા ઇલેક્ટ્રોન્સ હોય છે.હકીકતમાં આ એક પ્રકારનું ઇંધણ છે જેનો ઉપયોગ અંતરિક્ષયાન અને વિમાનોમાં કરવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે એન્ટીમેટર નામનો આ પૃથ્વીના વાતાવરણમાં કે પૃથ્વીની આસપાસ ક્યાંય મળતો નથી.આ પદાર્થને લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે અને એટલે જ એ આટલો મોંઘો હોય છે.
કેટલો મોંઘો હોય છે એન્ટીમેટર પદાર્થ
આપને જણાવી દઈએ કે એક ગ્રામ એન્ટીમેટરની કિંમત હાલમાં 90 ટ્રીલિયન ડોલરથી પણ વધારે છે.જો આ આંતરાષ્ટ્રીય કિંમતને ભારતીય ચલણમાં રૂપાંતર કરવામાં આવે તો એ 73 લાખ અરબ રૂપિયા થાય, આ એન્ટીમેટર પદાર્થની કિંમત આટલી વધારે એટલા માટે હોય છે કે લેબોરેટરીમાં એન્ટીમેટર બનાવવા માટે વર્ષોની મહેનત અને ખૂબ જ નાણાકીય ખર્ચ કરવો પડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં ફક્તને ફક્ત 10 નેનોગ્રામ એન્ટીમેટર જ બનાવવામાં આવ્યું છે. એથી પણ નવાઈની વાત એ છે કે એક ગ્રામ એન્ટીમેટર બનાવવા માટે પ્રતિકલાક 25 મિલિયન બિલિયન વીજળીની જરૂર પડે છે.
ક્યારે એન્ટીમેટર પદાર્થની શોધ થઈ
એન્ટીમેટર પદાર્થની શોધ 20મી સદીની શરૂઆતમાં થઈ. જો કે સૌથી પહેલા 1928મા વૈજ્ઞાનિક પોલ ડિરાકે સમગ્ર દુનિયાને આ પદાર્થ અંગે જણાવ્યું હતું.ત્યાર બાદ વિશ્વભરના વૈજ્ઞાનિકોએ એન્ટીમેટર અંગે સંશોધન શરૂ કર્યા હતા અને હજુ પણ આ અંગે સંશોધન ચાલી રહ્યા છે.વિશ્વના વૈજ્ઞાનિકો માને છે કે બિગ બેંગ બાદ અંતરિક્ષમાં જે પદાર્થો પડયા એની સાથે જ એન્ટીમેટર પણ સમગ્ર સૃષ્ટિમાં ફેલાઈ ગયું અને આજે પણ બ્રહ્માંડમા બચેલું છે.કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે જ્યારે બ્લેક હોલ દ્વારા તારા બે હિસ્સામા તૂટવાની ઘટના બને છે ત્યારે કુદરતી રૂપે એન્ટીમેટર નામના પદાર્થનું સર્જન થાય છે.