બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another youth killed in Surendranagar district, family members make serious allegations against police

ગુનેગારો બેખોફ! / સાયલામાં 28 વર્ષીય પાટીદાર યુવકની કરપીણ હત્યા, લુખ્ખા તત્વોએ ડમ્પર ચડાવી દીધું, સમાજમાં આક્રોશની જ્વાળા

Malay

Last Updated: 04:17 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ બનતા ખળભળાટ, સુરેન્દ્રનગરના સાયલામાં 28 વર્ષીય યુવકની કરાઈ હત્યા.

 

  • સુરેન્દ્રનગરના સાયલામાં 28 વર્ષીય યુવકની હત્યા
  • ગઈકાલે મૃતક યુવકને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી
  • પોલીસે ફરિયાદ ધ્યાને ન લેતા ઘટના બન્યાનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ બન્યો છે. ગઈકાલે પાટડીના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ કરપીણ હત્યા કરાયા બાદ આજે સાયલામાં 28 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી છે. યુવકની હત્યાથી સાયલામાં પટેલ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. 

પરિવારનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે વિશાલ પટેલ (ઉં.વ 28) નામના યુવકની ડમ્મર ચડાવીને કરાઈ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. યુવકના પરિવારનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરિવારજનોએ અકસ્માત નહી પરંતુ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. આજે યુવકની ડમ્પર અડફેટે મોત થયા પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.     

ગઈકાલે જ મૃતક યુવકને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી
પરિવારજનોનું કહેવું છે કે, અંગત અદાવતમાં ધમકી મળ્યા બાદ આજે ડમ્પરની અડેફેટે વિશાલનું મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે મૃતકને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જેથી ગઈકાલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે વિશાલ પટેલ ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો. જોકે, પોલીસે વિશાલની ફરિયાદ લીધી ન હતી અને આજે વિશાલ પર ડમ્પર ફરી વળ્યું છે. પોલીસે ફરિયાદ ધ્યાને ન લેતા ઘટના બની હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. 

19 વર્ષના રાહુલની કરાઈ હતી હત્યા
આપને જણાવી દઈએ કે, ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. પાટડી તાલુકામાં આવેલા વડગામમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઈ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલ પર ગાડીમાં આવેલા શખ્સોએ તલવાર અને ધારીયાથી હુમલો કર્યો હતો. જે રાહુલ પર હુમલો કર્યા બાદ આ શખ્સો ગાડીમાં ફરાર થઈ ગયા હતા. જે બાદ રાહુલને સારવાર અર્થે દસાડાની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે વિરમગામ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહર કર્યો હતો. 

 

સમઢીયાળા ગામે બે સગાભાઈની થઈ હતી હત્યા
તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ રેન્જ આઈજી દ્વારા આ કેસમાં SITની રચના કરીને આરોપીનેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ચુડા પોલીસ સ્ટેશનના બે PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ