બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Another controversy over the famous Modi School in Rajkot

શિક્ષણ વિભાગ / રાજકોટની જાણીતી મોદી સ્કુલને લઈ વધુ એક વિવાદ, ફી ન ભરી તો મોકલી દીધું લિવિંગસર્ટી

Shyam

Last Updated: 04:56 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની જાણીતી મોદી સ્કૂલની વધુ એક દાદાગીરી સામે આવી છે, ફી બાકી હોવાના કારણે વિદ્યાર્થિનીને લિવિંગ સર્ટીફિકેટ ઘરે મોકલી આપ્યું છે

  • રાજકોટની મોદી સ્કૂલની દાદાગીરી વધી
  • એક વિદ્યાર્થિનીનું LC ઘરે મોકલી આપ્યું
  • ફી બાકી હોવાથી LC ઘરે મોકલી આપ્યું

રાજકોટની મોદી સ્કૂલની દાદાગીરી વધી ગઇ છે. મોદી સ્કૂલે એક વિદ્યાર્થિનીને લિવિંગ સર્ટીફિકેટ ઘરે મોકલી આપ્યું છે. ફી બાકી હોવાથી લિવિંગ સર્ટીફિકેટ ઘરે મોકલી આપ્યું છે. વાલીએ સ્કૂલ સામે વિરોધ નોંધાવતા સ્કૂલની દાદાગીરી સામે આવી છે. રૂચી (નામ બદલ્યું છે) નામની વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટીફિકેટ ઘરે મોકલી આપ્યું છે. અગાઉ મોદી સ્કૂલે વાલીના નામે નોટિસ મોકલી હતી. સ્કૂલ વિરૂદ્વ વાલીઓને ઉશ્કેરવા બદલ નોટિસ મોકલી હતી. 

આ અગાઉ રાજકોટની રોઝરી સ્કુલનો વીડિયો થયો હતો વાઈરલ

કોરોનાના કારણે રાજ્યમાં ઘણા લાંબા સમયથી લોકડાઉન રાખવામાં આવ્યુ હતું તેના કારણે લોકોના ધંધા રોજગારને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે આ કોરોનાકાળમાં જો કોઈને સૌથી વધુ નુકસાન થયુ હોય તો તે શિક્ષણ છે. શિક્ષણને લઈને વાલીઓ તથા વિદ્યાર્થીઓ સતત અસમંજસની સ્થિતિમાં હતા ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ત્યારે હવે રાજકોટની શાળાઓના એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. આ વિવાદ વચ્ચે રાજકોટની રોઝરી શાળાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં શાળાનો કર્મચારી વાલી જ્યારે પોતાના બાળકોનું પરિણામ લેવા જાય છે ત્યારે તેની પાસેથી વધારા સાથેની ફી માંગે છે. તો સામે પક્ષે વાલીએ પણ શાળાના ટ્રસ્ટનો  હિસાબ માગ્યો હતો. આ અંગે વિવાદ વધતા શાળાના કર્મચારીએ વાલીને તમારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરવાની શેખી મારી હતી. જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં સારો એવો વાયરલ થયો હતો.

વીડિયો બનાવનારા વાલીએ Vtv સાથે કરી વાતચીત

જે વાલી પાસેથી શાળાના કર્મચારીઓ દ્વારા આગામી વર્ષની ફીની પણ માગણી કરવામાં આવી તેમણે Vtv સાથે વાતચીત કરી હતી. વાલીએ ક્હ્યું કે, ્અમે પરિણામ લેવા ગયા તો સંચાલકો દ્વારા પરિણામ આપવાના બદલે આગળના વર્ષની ફી ભરવાનું કહેવાયું હતું. અને તો જ પરિણામ મળશે તેવી દાદાગીરી પણ દેખાડવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનો જવાબ

vtv દ્વારા રોજરી શાળાની લૂંટ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરતા કહ્યું કે, આવા કોઈ વીડિયો અંગે મને ખ્યાલ નથી. થોડા દિવસ અગાઉ અમે રોજરી શાળાની મુલાકાત કરી ત્યારે, ફી અંગેની આવી કોઈ વિગત સામે આવી નહોતી. અને આવો વીડિયો મને મોકલી આપો તો હું તપાસ કરાવીશ. અને જો વીડિયોમાં તથ્ય સામે આવશે. તો FRC કાયદા હેઠળ કાર્યવાહી કરાવીશું. 

સંકળાયેલા મુદ્દાઓ

education department rajkot મોદી સ્કુલ રાજકોટ શિક્ષણ વિભાગ Moodi School
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ