બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / VTV વિશેષ / Animal film is breaking all the records of earnings, even after one and a half months the audience is watching the film.

મહામંથન / શું હિંસાને કારણે જ ફિલ્મ 'એનિમલ' દર્શકોને ગમી ગઈ? નવી પેઢી કઈ દિશા તરફ જઈ રહી છે, સામૂહિક ચિંતન ક્યારે?

Dinesh

Last Updated: 09:50 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: એનિમલ ફિલ્મને સેંસર બોર્ડે A સર્ટિફિકેટ આપ્યું છે એટલે કે વયસ્ક લોકો જ આ ફિલ્મ જોઈ શકે, સંસંદમાં કોંગ્રેસના એક સાંસદે એનિમલ ફિલ્મમાં હિંસાનો મુદ્દો ઉઠાવ્યો પણ બાકીના સાંસદે ખાસ કોઈ સમર્થન કર્યું નહી

  • શું આપણને 'એનિમલ' થવાની જ ઈચ્છા છે?
  • હિંસા દર્શાવતી ફિલ્મ એનિમલે રેકોર્ડ કેવી રીતે તોડ્યા?
  • શું હિંસાને કારણે જ ફિલ્મ દર્શકોને ગમી ગઈ?


શું સમાજ બદલાઈ રહ્યો છે. શું આપણને હિંસા સૌથી વધારે પસંદ છે. દોઢ મહિના પહેલા રિલિઝ થયેલી ફિલ્મ જોઈને આવું દેખાય છે કે હિંસા સમાજનો પ્રિય વિષય બની રહ્યો છે. ખૂબ હિંસક ફિલ્મ હોવા છતાં એનિમલ ફિલ્મ કમાણીના તમામ રેકોર્ડ તોડી રહી છે. દોઢ મહિના પહેલા રિલિઝ થયેલી આ ફિલ્મ હજુ પણ થિયેટરમાં દર્શકોને ખેંચી રહી છે. સરકારના અધીન આવતું સેંસર બોર્ડ આવી ફિલ્મોને રીલીઝ કરવાની પરવાનગી કેવી રીતે આપે છે. શું ખરેખર ફિલ્મ જગત અનિયંત્રિત થઈ ચૂક્યું છે. આ કાંઈક એવા સવાલો છે જેના પર સામૂહિક રીતે સમાજને ચિંતન અને મંથન કરવાની જરૂર છે. આવી ફિલ્મો સારા નાગરિક પેદા કરવાની જગ્યાએ સમાજમાં જાનવર જ પેદા કરશે. કેટલાક દર્શકો કહી રહ્યાં છે કે એનિમલ ફિલ્મ એનિમલ જેવા લોકો એટલે કે જાનવર જેવા લોકો જ જોવી પસંદ કરશે. ફિલ્મ આવી ઘટીયા છે છતાં રોજે કમાણીના રેકોર્ડ કેમ તોડી રહી છે. એક્શન ફિલ્મોથી યુવા વર્ગ આકર્ષિત થાય છે. જ્યારે મોટા પરદાની ફિલ્મોની નિષ્ફળતાનો દૌર શરૂ થયો તો ઓટીટી પ્લેટફોર્મ તરફ ફિલ્મ ઉદ્યોગ આગળ વધી ગ્યો. ઓટીટી પર આજે સારા કંટેટની સાથે બકવાસ કંટેટ પણ પિરસાઈ રહ્યું છે. કોઈ ફિલ્મને રિલિઝ પહેલા પ્રમાણપત્ર લેવું પડે છે. 

એનિમલ ફિલ્મને સેંસર બોર્ડે A સર્ટિફિકેટ આપ્યું
આ પ્રમાણપત્ર કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ આપે છે. જેને સરળ ભાષામાં આપણે સેંસર બોર્ડ કહીએ છીએ. એનિમલ ફિલ્મને સેંસર બોર્ડે A સર્ટિફિકેટ આપ્યું છે એટલે કે વયસ્ક લોકો જ આ ફિલ્મ જોઈ શકે. સંસંદમાં કોંગ્રેસના એક સાંસદે એનિમલ ફિલ્મમાં હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. પણ બાકીના સાંસદે ખાસ કોઈ સમર્થન કર્યું નહી, જે ખરેખર ચિંતાનો વિષય છે. એ સર્વસામાન્ય વાત છે કે યુવા વર્ગ ફિલ્મોના કેરેક્ટરથી પ્રેરિત થાય છે. અને એમના જેવું વર્તવાનો પ્રયત્ન પણ કરે છે. જો આવી હિંસક ફિલ્મોના મુખ્ય કિરદાર હિંસામાં ઓતપ્રોત હોય તો યુવાનો કઈ દિશામાં જશે. કેટલાક વર્ષો પહેલા ખલનાયક નામની ફિલ્મ આવી હતી. યુવાનો પોતાને ખલનાયક ગણાવતા હતા. ડર અને અંજામ જેવી ફિલ્મોએ એકતરફી પ્રેમ અને બદલો લેવાની ભાવનાને ખૂબ ઉત્તેજન આપ્યું છે. ઓટીટી પર ક્રાઈમના આઈડિયા પિરસવામાં આવી રહ્યાં છે. પોલીસને રોજે એવી ક્રાઈમની ઘટનાઓનો સામનો કરવો પડે છે, જેનો વિચાર કોઈ ફિલ્મ કે ઓટીટીની કોઈ સ્ટોરીથી પ્રેરિત હોય. ફિલ્મોમાં રચનાત્મક પ્રયોગ જરૂર થવા જ જોઈએ, પરંતુ એનિમલ જેવા પ્રયોગોથી ફિલ્મ જગતે પણ બચવું પડશે. શું આપણને એનિમલ થવાની જ ઈચ્છા છે?

કમાણીના રેકોર્ડ તોડ્યા
એનિમલ ફિલ્મે કમાણીના રેકોર્ડ તોડ્યા છે. સેમ બહાદૂર સાથે સિનેમામાં લાગેલી ફિલ્મ એનિમલનો જાદૂ જોવા મળ્યો છે. એનિમલ સામે સેમ બહાદૂર જેવી ઐતિહાસિક ફિલ્મ કકડભૂસ થઈ છે. આલ્ફા મેલની ભૂમિકાવાળી એનિમલની ગાડી સિનેમામાં બેફામ દોડી છે. બેફામ બોલ, અભદ્ર દ્રશ્યો છતાં કમાણીમાં આગળ પહોંચી છે એનિમલ. પરિવાર માટે ક્રાઈમનો રસ્તો અપનાવતો રણબીર મનપસંદ બન્યો છે. યુવાઓમાં એનિમલ ફિલ્મનો જોવા મળ્યો ક્રેઝ. ફિલ્મના ડાયલોગ કરતા નાયકનું વ્યક્તિત્વએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. આ પ્રકારની ફિલ્મ ચાલવી તે સમાજ માટે ચિંતાજનક અને અત્યારની પેઢી આવી ફિલ્મમાં જ રસ ધરાવે છે તે પણ આપણ માટે વિચારવાનો. 

ફિલ્મમાં વિવાદીત શું ?
ફિલ્મનું નામ એનિમલ હોવાથી જાનવર જેવા માણસનું વ્યક્તિત્વ પ્રદર્શિત કરે છે. રણવીર કપૂરે મુખ્ય ભૂમિકામાં 'આલ્ફા મેલ' તરીકે પોતાને દર્શાવ્યો છે.  આલ્ફા મેલની વ્યાખ્યાને પ્રદર્શિત કરવા માટે નાયકને હત્યારો બતાવ્યો છે. જીદ, મહત્વકાંક્ષા, વૃતિમાં જાનવરપણું, બેફામ બોલથી ફિલ્મને સજાવવામાં આવી. બદલાની ભાવનાને સ્પષ્ટપણે ઉજાગર  નાયક કરે છે. અભદ્ર દ્રશ્યોથી ફિલ્મમાં વળાંક આપી લોકોને પોતાની તરફ ખેચ્યા છે. સામાન્ય વ્યક્તિના મનોવૃતિ પર ફિલ્મ નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. પહેલાની ફિલ્મોની તુલનાએ આ ફિલ્મમાં પ્રેમને નહીં પરંતું કેન્દ્રમાં હિંસા છે. મહિલાને પ્રેમ સાબિત કરવા માટે બૂટ ચાટવાનું કહેવું કેટલું યોગ્ય ?, મહિલાને લાફો મારતા નાયકને જોઈ દર્શકના મનમાં કેવા વિચાર થશે ? ફિલ્મમાં હિરો અને વિલનની વ્યખ્યા સરખી પ્રદર્શિત કરાઈ છે. મહિલાઓ સાથે હિંસા કે ગેરવર્તન કરતી ફિલ્મ લોકોને પસંદ પડી રહી છે 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ