બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / An Effective Ayurvedic Diet to Improve Your Thyroid

આરોગ્ય / થાઇરોઇડની દવાઓ લેતા હોય તો આ વસ્તુઓ ખાસ ખાવ, બનશે ઉપયોગી

Kashyap

Last Updated: 06:49 PM, 17 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરુષોની તુલનામાં મહિલાઓમાં હાઇપોથાઇરોડિઝમ 10 ગણુ વધુ હોય છે. તેનાથી હોર્મોનનુ લેવલ પણ વધી જાય છે. થાઇરોઇડના બે પ્રકાર હોય છે. હાઇપો થાઇરોઇડ અને હાઇપર થાઇરોઇડ. આંકડાઓની વાત કરીએ તો 80 ટકા હાઇપોના દર્દી હોય છે. તેમાં વજન ઘટવું, ગરમી સહન ન થવી, ઉંઘ ન આવવી, તરસ અને પરસેવો વધુ થવો, હાથ ધ્રુજવા, દિલની ધડકનો તેજ થવી વગેરે લક્ષણ હોય છે.

થાઇરોઇડમાં હોર્મોનવાળી દવાઓ ખાવાથી દર્દીઓના શરીરમાં કેલ્શિયમની કમી ઉદભવે છે. તેનાથી થાક અને હાડકામાં ફ્રેક્ચરનો ખતરો રહે છે. જો દર્દી 45 વર્ષથી વધુ ઉંમરનો હોય તો ખતરો વધુ રહે છે. તેનાથી બચવા માટે ખજુર, કિશમિશ, બદામ, મલાઇ કાઢેલુ દુધ, પનીર, ડુંગળી, લીમડો, અખરોટ, ટામેટાં, ગાજર, આંબળા અને દહીંનુ સેવન કરવું જોઇએ. આ રોગના દર્દીએ બાજરી અને જુવારના લોટમાંથી બનેલી રોટલી ખાવી જોઇએ. આ માટે દસ કિલો ઘઉંના લોટમા બે-બે કિલો બાજરી અને જુવારનો લોટ મિક્સ કરી દો.

આયુર્વેદિક ટ્રીટમેન્ટ

થાઇરોઇડની દવા લેતા હોય તેવી વ્યક્તિઓ માટે આ ઉકાળો ખુબ લાભદાયક છે. ઉકાળો બનાવવા માટે 50-50 ગ્રામ દશમુલ, મેથી દાણા, અજમો, શેકેલુ જીરુ, વરિયાળી અને લીમડાના પાનને મિક્સ કરી, કુટીને એક ડબ્બામાં ભરી દો. રોજ રાત્રે બે ગ્લાસ પાણીમાં બે ચમચી આ મિશ્રણને પલાળીને રાખો, સવારે ધીમી આંચ પર તેને પકાવો. તને ઢાંકો નહીં. જ્યારે ચોથા ભાગનુ પાણી બચે ત્યારે તેને ગાળીને હુંફાળુ હોય ત્યારે જ પી લો. આ ઉકાળાની તાસીર ગરમ હોય છે, તેથી ખુબ જ ગરમીમાં ન પીવો. ખુબ ઉકળતુ પણ ન પીવો. ગર્ભવતી મહિલાઓને તે ન પીવડાવો અને તેને ફ્રિજમાં પણ ન રાખો.

આટલું ધ્યાન રાખો

ડુંગળી, બીટ, સંચળ,મુળા, બ્રાહ્મી, કમર કાકડી, તાજા ફળો, લીલા શાકભાજી. હળદળ, ફુલ મખાને, સફરજન, દાડમ, મોસંબી, આંબળા, જાંબુ, અનાનસ, કારેલા, ટામેટાં, પાલક, વટાણા, ટિંડોળા, પરવર, પનીર, દુધ, દહીં, લસ્સી લો. કોબીજ, બ્રોકલી, કેળા, કાજુ, સોપારી, સરસોનું શાક, મગફળીથી દુર રહો
 

સંકળાયેલા મુદ્દાઓ

Ayurvedic Diet Health Thyroid Thyroid disease ayurvedic health tips આરોગ્ય Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ