બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / વડોદરા / An attempt was made to ram a truck onto a police van in Vadodara

માફિયાઓ બેખૌફ / વડોદરામાં પીછો કરતી પોલીસવાન પર ડ્રાઇવરે ટ્રક ચઢાવવાનો કર્યો પ્રયાસ, માંડ માંડ બચ્યા, આરોપીઓની ધરપકડ

Kishor

Last Updated: 05:05 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણા, ઝારખંડ, બોરસદ બાદ આજે વડોદરામાં પણ પોલીસની વાન પર ટ્રક ચડાવી દેવાના પ્રયાસની ઘટના સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.

  • વડોદરામાં પોલીસવાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ 
  • સમય સૂચકતા વાપરી ડ્રાઈવરે PCR વાન ડિવાઈડર ઉપર ચઢાવતા બચાવ
  • ASI, કોન્સ્ટેબલ અને ડ્રાઇવર PCR વાનમાં હતા સવાર

વડોદરામાં પોલીસવાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના પદમલા બ્રિજ પરની આ ઘટનાને લઈને ચર્ચા જાગી છે. આ વેળાએ PCR વાનના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી વાનને ડિવાઈડર ઉપર ચઢાવી દેતા કાર સવાર પોલીસકર્મીઓને બચાવ થયો હતો. આ ઘટનામાં  PCR વાનના ડ્રાઈવર રામદાસ મેડાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. નોંધનિય છે કે ટ્રકમાં ચોરીનો સામાન હોવાની શંકાને પગલે પોલીસે ટ્રકનો પીછો કરતા આ પ્રકારના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરામાં શંકાસ્પદ ટ્રક ચાલકે પોલીસ વાન પર ટ્રક ચડાવવાનો કર્યો પ્રયાસ 
આણંદની જેમ વડોદરામાં પણ પોલીસ પર હુમલાનો બનાવ પ્રકાસમાં આવ્યો છે. ચોરીનો સામાન ભરેલા ટ્રક અંગે પોલીસને જાણ થતાં પોલીસે ટ્રકને રોકવા પ્રયાસો કર્યા હતા. આથી પરિસ્થતિ પારખી ટ્રકના ચાલકે પોલીસ વાન પર ટ્રક ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પદમલા બ્રિજ નજીકની આ ઘટનાને લઈને ડ્રાઇવરની સમયસૂચકતાથી આરોપીઓનું આ કૃત્ય નિષ્ફળ નિવડ્યું હતું. પોલીસવાનમાં ASI, કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સહિતના કર્મચારીઓ સવાર હતા.


નંદેસરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધ્યો
નંદેસરી પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ ટ્રક ચાલક યુનુસ રમજાની અને મોસીન મીઠાની ધરપકડ કરી છે. આ ઘટનામાં ટ્રકમાં સવાર અન્ય 3 આરોપી ફરાર થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ મામલે પોલીસ ઝપટે ચડેલા બન્ને આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, સરકારી કર્મી પર હુમલાનો ગુનો અને સરકારી મિલકને નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી આગળ ધપાવી છે. 

ગઈકાલે બોરસદમાં પોલીસ જવાન પર ટ્રક ચડાવાય હતી 
મહત્વનું છે કે, હરિયાણા, ઝારખંડ બાદ ગઇકાલે બોરસદના એક પોલીસ જવાન ઉપર આણંદ ચોકડી પર ડ્યુટી દરમ્યાન એક ટ્રક ભરૂચથી કેમિકલના દાણા ભરી સૌરાષ્ટ્ર તરફ જતી હતી. એ દરમ્યાન મૃતક પોલીસ જવાન રાત્રે શંકાસ્પદ ટ્રકને રોકવા જતા ટ્રકચાલકે હુમલો કર્યો હતો. ટ્રક ઊભી ન  રહેતા પોલીસ જવાને પોતાની કારથી ટ્રકનો પીછો કર્યો હતો. દરમ્યાન કારની નીચે ઉતરવા જતા ટ્રક ચાલકે ટ્રક જવાન ઉપર ચડાવી ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.જેમાં પોલીસ જવાનનું મૃત્યુ થયું હતું. જો કે, બાદમાં આરોપી ટ્રક ચાલક ગોપી રામ મિણાને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં અકસ્માત સર્જનાર ટ્રકચાલકે બ્રેક ન લાગી હોવાનો દાવો કર્યો હતો. ટ્રાન્સપોર્ટ માલિકે પણ બ્રેક ન લાગ્યાનું રટણ કર્યું હતું.

સળગતા સવાલ 

  • પોલીસવાન પર ટ્રક ચઢાવી દેવા પાછળ ઇરાદો શું હતો?
  • ટ્રકચાલકને કોની વગનો હતો પાવર?
  • પોલીસ પર હુમલો કરવાની ટ્રકચાલકમાં હિંમત ક્યાંથી આવી?
  • પોલીસ તપાસથી છટકવાની ટ્રક ચાલકને શું જરૂર પડી?
  • ટ્રકમાં શું હતું જે જપ્ત થવાનો ડર ટ્રકચાલકને હતો?
  • ટ્રકચાલકે કોના દોરીસંચારથી PCRવાનને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો?
  • શું ગુજરાતમાં હવે પોલીસ સલામત નથી રહી?
  • માફિયાઓના બેખૌફ થવા પાછળનું કારણ શું છે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ