બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachhan called angioplasty and hospitalization fake news his video viral of watching match

મનોરંજન / અમિતાભ બચ્ચનની નથી થઈ એજિયોપ્લાસ્ટી, હોસ્પિટલમાં દાખલ થવાનાં સમાચારને બીગ બી એ કહ્યા ખોટા, વીડિયો થયો વાયરલ

Arohi

Last Updated: 10:05 AM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachhan Hospitalization Fake News: ગઈકાલે અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવા અને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની ખબર સામે આવી હતી. જોકે બિગબીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક સ્ટેડિયમમાં મેચ એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.

ગઈકાલે અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવા અને એન્જિયોપ્લાસ્ટી કરાવવાની ખબર સામે આવી હતી. સાંજ સુધી ખબર આવી કે બિગ બીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જોકે કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ અને અમિતાભ બચ્ચનના ઓફિસથી સ્ટારને હોસ્પિટલમાં દાખલ કે રજા આપવા બાબતે કોઈ પુષ્ટિ કરવામાં ન હતી આવી. ત્યાં જ સ્વાસ્થ્ય સંબંધી ખબરોની વચ્ચે અમિતાભને એક સ્ટોડિયમમાં પોતાની ટીમને ચિયર કરતા જોવામાં આવ્યા. તેના ફોટો એક્ટરે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

અમિતાભના ફોટો વાયરલ 
હકીકતે ઠાણેના દાદોજી કોંડાદેવ સ્ટેડિયમમાં ટાઈગર્સ ઓફ કોલકતાના સામે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના ફાઈનલ મેચમાં અમિતાભ બચ્ચન પોતાની ટીમ માઝી મુંબઈને લઈને ચીયર કરતા જોવા મળ્યા. વાયરલ થઈ રહેલા વીડિયોમાં બિગબીને સંપૂર્ણ જોશમાં પોતાની ટીમને ચીયર કરતા જોઈ શકાય છે. 

બિગ બીની સાથે તેમના દિકરા અભિષેક પણ હતા. બાપ-દિકરાની જોડીએ પોતાની ટીમને રોમાંચક ફાઈનલ મેચ રમતા જોઈ. આટલું જ નહીં સ્ટેડિયમમાં તેમની સાથે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર પણ જોવા મળી રહ્યા છે. 

વધુ વાંચો:  જ્યારે અમિતાભ બચ્ચન દેવાદાર થઈ ગયા હતા ત્યારે... જયા બચ્ચને ખોલ્યા રાઝ

હોસ્પિટલમાં દાખલ થવાની ખબર અફવા 
એક રિપોર્ટ અનુસાર મેચ બાદ જ્યારે અમિતાભ સ્ટેડિયથી બહાર નિકળ્યા તો મીડિયાએ તેમને તેમના સ્વાસ્થ્ય વિશે પુછ્યુ. તેના પર બિગ બીએ પોતાની બીમારીની ખબરનું ખંડન કર્યું છે. તેમણે હસતા કહ્યું, "ફેક ન્યૂઝ." આ બધાની વચ્ચે ફેંસ પોતાના ફેવરેટ મેગાસ્ટારને બિલકુલ ઠીક જોઈને ખૂબ જ ખુશ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ