ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Amitabh Bachchan shares an adorable pic of Abhishek Bachchan and Shweta Bachchan

બોલીવુડ / અમિતાભ બચ્ચને શ્વેતા-અભિષેકના બાળપણનો ફોટો કર્યો શેર, ચાહકો થયા ક્રેજી

Published By: Divyesh

Last Updated: 11:25 AM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર સૌથી વધારે સક્રિય રહેનાર અભિનેતામાંના એક છે. તેઓ ટવિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પોતાની રીલ અને રીયલ લાઇફ સાથે જોડાયેલ વસ્તુઓ પોસ્ટ કરતા રહે છે. બીગીબી આ ઉંમરે પણ આટલા વ્યસ્ત દિનચર્યા છતા બ્લોગ તેમજ ઓપન લેટર્સ લખવા માટે સમય નિકાળી લે છે. આ સાથે બોલિવુડના શહેંનશાહની સોશિયલ મીડિયા પોસ્ટ હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે.

ADVERTISEMENT

  • અમિતાભ સોશિયલ મીડિયા પર સૌથી વધારે સક્રિય રહેનાર અભિનેતા 
  • બોલિવુડના શહેંનશાહની સોશિયલ મીડિયા પોસ્ટ હંમેશા ચર્ચાનો વિષય
  • બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શ્વેતા અને અભિષેકના બાળપણનો

અમિતાભ બચ્ચને હાલમાં જ એક ટવિટ કર્યું છે જેમાં શ્વેતા બચ્ચન અને અભિષેક બચ્ચનનો ફોટો શેર કર્યો છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શ્વેતા અને અભિષેકના બાળપણનો છે. બંને નાઇટ ડ્રેસમાં નજર આવી રહ્યાં છે. એક જેવા નાઇટ ડ્રેસમાં દેખાઇ રહેલા શ્વેતા-અભિષેક આ ફોટામાં ઘણા ક્યૂટ લાગી રહ્યાં છે. અભિષેક બચ્ચને શ્વેતાનો હાથ પકડ્યો છે. 
 


ફોટાના કેપ્શનમાં બીગ બીએ લખ્યું છે કે એક બાળકની નિર્દોષતા આપણને એ કારણ અને તક આપે છે કે આપણે પણ તેવા બનીએ જે તેઓ દેખાઇ રહ્યાં છે. શ્વેતા અને અભિષેક પોતાની મર્યાદામાં છે. અમિતાભ બચ્ચનના આ ટવિટને લોકોએ ખુબ પસંદ કરી અને શેર પણ કરી. જો સમયની વાત કરીએ તો બોલીવુડના આ શહેંનશાહને અત્યારે ઘણી બધી ફિલ્મો પુરી કરવાની છે. 
 


અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મો

જ્યાં સુધી વાત એમની નજીકના સમયમાં આવનારી ફિલ્મની છે તો તે બ્રહ્માસ્ત્ર અને ગુલાબો-સિતાબો છે. જેમાં તેઓ નજર આવશે. બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે જોવા મળશે અને જ્યારે ફિલ્મ ગુલાબો-સિતાબોમાં તેઓ આયુષ્માન ખુરાનાની સાથે કામ કરી રહ્યાં છે. ગુલાબો-સિતાબોમાં તેમનો લુક પહેલા જાહેર થઇ ચૂક્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Abhishek Bachchan Amitabh Bachchan Shares Twitter અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન ફોટો શેર Amitabh Bachchan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ