બ્રેકિંગ ન્યુઝ
Vidhata
Last Updated: 03:16 PM, 6 April 2024
લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે અને ઉમેદવારો પોતપોતાના ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ગાંધીનગર બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરશે. ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ ગાંધીનગર કલેકટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભરશે.
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. 17 એપ્રિલે રામનવમીના દિવસે અમિત શાહ રોડ શો કરે તેવી શક્યતા છે. ઉમેદવારી પત્ર ભરતાં પહેલાં અમિત શાહ જનસભાને સંબોધિત કરશે. 17 એપ્રિલે અમિત શાહ તમામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કરે એવી સંભાવના છે. લોકસભા વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શોનું આયોજન કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાથી બીજી વાર મેદાને ઉતર્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે 2019માં અમિત શાહ 5 લાખથી વધુ મતની સરસાઈથી જીત મેળવી હતી. 2019માં અમિત શાહને 69.67% મત મળ્યાં હતા. તેમણે ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક નિર્ણય લીધા છે. કલમ 370 દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે. અમિત શાહ અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદે રહ્યા છે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે ગાંધીનગર બેઠક 1967થી અસ્તિત્વમાં આવી અને 1984 સુધી ચાર વાર ગાંધીનગરથી કોંગ્રેસની જીત થઈ. એક વાર ગાંધીનગર બેઠક ઉપર જનતા પાર્ટીની જીત અને 1989થી ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ રહ્યો. પૂર્વ નાયબ પ્રધાનમંત્રી એલ.કે.અડવાણી ગાંધીનગરથી છ વાર ચૂંટણી જીત્યા હતા.
ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી વિધાનસભા બેઠકો સમાવિષ્ટ થાય છે. આ મોટેભાગે શહેરી મતદાર ધરાવતી બેઠક છે. ગાંધીનગર લોકસભામાં 79% જેટલા શહેરી મતદાર છે. દલિત મતદાર આશરે 11%થી વધુ છે તેમજ આદિવાસી મતદારનું પ્રમાણ 2% જેટલું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.