બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / amit shah big statement against congress party in ahmedabad

પ્રહાર / જુવાનિયાઓ ભૂલ ન કરતાં, તમે કોંગ્રેસનું શાસન જોયું નથી, માતા-પિતાને પૂછજો: અમદાવાદમાં અમિત શાહનું મોટું નિવેદન

Dhruv

Last Updated: 11:26 AM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ અમદાવાદીઓને આજે મોટી ભેટ આપી છે. એ દરમ્યાન તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં.

  • અમિત શાહે અમદાવાદમાં 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું
  • અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
  • નરેન્દ્રભાઈની સરકાર આવ્યા બાદ 'કર્ફ્યુ' શબ્દ ભૂતકાળ થઇ ગયો: શાહ

અમદાવાદમાં AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું અમિત શાહે આજે લોકાર્પણ કર્યું છે. જેમાં નારણપુરા શાળા નંબર-6, ઘાટલોડિયા શાળા નંબર-2, વાડજની ગાંધીનગર શાળા નંબર-2 અને થલતેજની શાળા નંબર-2નું ઉદ્ઘાટન કર્યું છે. આ સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ છે.

આ લોકાર્પણ દરમ્યાન અમિત શાહે સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'બે પ્રકારના લોકો હોય છે. એક એ કે જે પાંચ વર્ષ સુધી કચ્છમાં પરસેવો પાડીને કામ કરે અને બીજા એવા માણસો પણ હોય છે કે જે ચૂંટણી આવે એટલે પાંચ મહિના પહેલા ઝભ્ભો સિવડાવી આવી જાય.'

વધુમાં જણાવ્યું કે, 'કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં વારંવાર રમખાણો થતાં પણ નરેન્દ્રભાઈની સરકાર આવ્યા બાદ 'કર્ફ્યુ' શબ્દ ભૂતકાળ થઈ ગયો. આજે ગુજરાતમાં રાતના 12 વાગે પણ 10 તોલા સોના સાથે દીકરી ગરબા રમવા જાય તો માતા-પિતાને ચિંતા કરવી પડતી નથી.'

એ સિવાય કહ્યું કે, 'ગુજરાતમાં 24 કલાક સુધી વીજળી આપવાનું કામ ભાજપની સરકારે કર્યું, પહેલા એવો સમય હતો કે લોકો એમ કહેતા કે સાહેબ વાળુંના સમયે તો વીજળી આપો. ગુજરાતની જનતા કોંગ્રેસ અને ભાજપની બરાબર ઓળખે છે અને તેથી જ આગામી પાંચ વર્ષ પણ અમારી સરકાર જ ચાલવાની છે. હું ગુજરાતનાં જુવાનિયાઓને કહીશ કે તમે તો કોંગ્રેસનું શાસન જોયું જ નથી, એટલે એવી ભૂલ ન કરતાં કે શાંતિ ડહોળાય, તમારા માતા-પિતાને પૂછજો ગુજરાત પહેલાં કેવું હતું અને હવે કેવું છે.'

ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટમાં હાજરી આપશે

તદુપરાંત તેઓ કાંકરિયા પાસેના ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટમાં હાજરી આપશે. એ સિવાય સાંજે 36મી નેશનલ ગેમ્સ 2022ના કાર્યક્રમમાં હાજરી આપશે અને મેસ્કોટનું અનાવરણ કરશે.

નેશનલ ગેમ્સની એન્થેમ લોન્ચ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 36માં રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેમ્સનું ઍન્થમ લૉન્ચ કરાશે. આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે. 36મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20 હજાર જેટલાં રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે આજે સાંજે 6.00 કલાકે યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ