બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / amit shah attends 6th all india prison duty meet in ahmedabad news

ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ / 'જેલોને અત્યાધુનિક બનાવાશે, અંગ્રેજોના જમાનાથી ચાલતા મોડલમાં આવશે પરિવર્તન': અમિત શાહ

Dhruv

Last Updated: 02:54 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતને 15 વર્ષ બાદ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022નું યજમાન પદ પ્રાપ્ત થયું છે. ત્યારે અમદાવાદમાં અમિત શાહે આ મીટમાં હાજરી આપી હતી.

  • છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું અમદાવાદમાં આયોજન
  • 15 વર્ષ બાદ ગુજરાતને આ મીટનું યજમાન પદ પ્રાપ્ત થયું
  • જેલમાં સુધારા કરીને જેલને યોગ્ય બનાવવી જોઇએ: શાહ

અમદાવાદમાં આજથી 6 સપ્ટેમ્બર સુધી છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 યોજાશે. ગુજરાત પોલીસ જેલ વિભાગ અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. 15 વર્ષ બાદ ગુજરાતને આ મીટનું યજમાન પદ પ્રાપ્ત થયું છે. જેમાં 19 રાજ્યોમાંથી આવેલા 1031 જેલ અધિકારીઓ અને કર્મીઓ 18 જેટલી સ્પર્ધામાં ભાગ લેશે. હાલમાં કાંકરિયા ખાતેના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં વિવિધ રાજ્યોના પોલીસ કર્મીઓ હાજર થઈ ગયાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ મીટમાં ઉપસ્થિત રહ્યાં છે. તેમણે ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટની જાહેરાત કરી છે.

ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 આજથી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે અમિત શાહે આજે અમદાવાદમાં 4 સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ કર્યું. ત્યાર બાદ શહેરમાં આજે કાંકરિયાના ટ્રાન્સસ્ટેડિયામાં છઠ્ઠી અખિલ ભારતીય પ્રિઝન ટ્યુટી મીટ યોજાઇ. જેમાં તેઓએ ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટની જાહેરાત કરી.

મહત્વનું છે કે, અમદાવાદમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2022 આજથી 6 સપ્ટેમ્બર સુધી યોજાશે. જે અંતર્ગત ગુજરાત પોલીસ જેલ વિભાગ અને બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના સંયુક્ત ઉપક્રમે આ મીટનું આયોજન કરવામાં આવ્યું. 15 વર્ષ બાદ ગુજરાતને આ મીટનું યજમાન પદ પ્રાપ્ત થયું છે. જેમાં 19 રાજ્યોમાંથી આવેલા 1031 જેલ અધિકારીઓ અને કર્મીઓ 18 જેટલી સ્પર્ધામાં ભાગ લઇ રહ્યાં છે.

જેલની સુવિધાઓને રાજ્યો મહત્વ આપે તે જરૂરી છે: અમિત શાહ

આ મીટ દરમ્યાન અમિત શાહે કહ્યું કે, 'દેશમાં જેલને અત્યારે નકારાત્મક માનવામાં આવી રહી છે પરંતુ જેલમાં સુધારા કરીને જેલને યોગ્ય બનાવવી જોઇએ. એટલે કે જેલમાં હોસ્પિટલ, લાયબ્રેરી સહિત સારું વાતાવરણ ઊભું કરવું જોઈએ. જેલની સુવિધાઓને રાજ્યો મહત્વ આપે તે જરૂરી છે આથી મોદી સરકાર આવ્યા બાદ 2016માં જેલ મેન્યુઅલની જગ્યાએ મોડલ જેલ મેન્યુઅલ આવ્યું છે. દરેક રાજ્યો આ મોડલ સ્વીકાર કરે તેવો મારો આગ્રહ છે. જેલની નિરીક્ષણ માટે નિયમાવલી બનાવાઇ છે. મોતની સજા મળેલા કેદીઓના અધિકારીઓ શું હોય તથા અન્ય કેટલીક માહિતી પણ આ મોડલમાં આપવામાં આવી છે.'

વધુમાં અમિત શાહે કહ્યું કે, 'દરેક રાજ્યોએ જેલમાં વીડિયો કોન્ફરન્સની સુવિધા કરવી જોઈએ તેવો મારો આગ્રહ છે. સાથે જેલમાં નાર્કોટિક્સના ગુનામાં ઝડપાયેલા લોકોને અલગ રાખવાની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે અમે હવે એક મોડલ એક્ટ પણ લાવવા જઈ રહ્યાં છીએ. અંગ્રેજોના જમાનાથી ચાલતા મોડલમાં હવે પરિવર્તન લવાશે. 6 મહિનામાં જ આ પરિવર્તન આવશે અને જેલોને અત્યાધુનિક બનાવાશે. અત્યારે તમામ રાજ્યો સાથે વિગતે ચર્ચા ચાલી રહી છે. બહારથી આવેલા લોકોને સોમનાથ, દ્વારકા અને કેવડિયા માટે ગુજરાત સરકાર ખાસ વ્યવસ્થા કરશે.'

2016માં તેલંગાણા ખાતે યોજાઈ હતી આ મીટ

તમને જણાવી દઇએ કે, આ ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટ 2016માં તેલંગાણા ખાતે યોજાઈ હતી. ત્યારે હવે 2022માં આ મીટ અમદાવાદ ખાતે યોજાઈ રહી છે. જેમાં યોજાનારી વિવિધ સ્પર્ધામાં ભાગ લેનારા અધિકારીઓ અને કર્મીઓને ટ્રોફી તેમજ મેડલ પણ આપવામાં આવશે. અત્યાર સુધી દેશભરમાં કુલ 5 ઓલ ઇન્ડિયા મીટ યોજાઈ છે. ત્યારે 15 વર્ષ બાદ ફરીવાર ગુજરાતમાં આ મીટ યોજાવા જઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ