બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પે અમેરિકાને બનાવ્યું દેવાદાર! પહેલીવાર લોન 40 ટ્રિલિયન ડોલર પાર

વિશ્વ / ટ્રમ્પે અમેરિકાને બનાવ્યું દેવાદાર! પહેલીવાર લોન 40 ટ્રિલિયન ડોલર પાર

Published By: Bijal Vyas

Last Updated: 07:54 AM, 20 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Debt Crosses 40 Trillion:અમેરિકાને મહાન બનાવવાનું સ્વપ્ન લઈને સત્તા પર આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે દેશને દેવાના બોજ હેઠળ ધકેલી દીધો છે. મહત્વની વાત તો એ છે કે, જો બાઈડનની આકરી ટીકા કરનારા ટ્રમ્પના શાસનકાળ દરમિયાન પણ અમેરિકાનું દેવું બાઈડનના કાર્યકાળની જેમ જ વધ્યું છે અને તે 40 ટ્રિલિયન ડોલરના આંકડા સુધી પહોંચી ગયું છે.

અમેરિકાનું રાષ્ટ્રીય દેવું પ્રથમ વખત 40 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર થઇ ગયું છે. યુએસ ટ્રેઝરી વિભાગના આંકડા મુજબ, મંગળવારે કામકાજના અંત સુધીમાં દેશનું કુલ દેવું વધીને 40.047 ટ્રિલિયન ડોલર થઈ ગયું હતું. આ આંકડો વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા સામેના નાણાકીય પડકારને બતાવે છે. સતત વધતુ જતુ બજેટ, સરકારી ખર્ચ અને દેવા પરનું વધતું જતું વ્યાજ હવે અમેરિકી અર્થતંત્ર માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે.

સુપરપાવરના કુલ દેવા પૈકી, આશરે 32.266 ટ્રિલિયન જેટલું દેવું જાહેર જનતા, રોકાણકારો અને અન્ય સંસ્થાઓ પાસે સરકારી દેવાના સ્વરૂપમાં છે. બીજી તરફ, લગભગ 7.782 ટ્રિલિયનનું દેવું વિવિધ સરકારી વિભાગો અને એજન્સીઓ વચ્ચે રહેલું છે. બીજા શબ્દોમાં કહીએ તો, સરકાર પોતાના ખર્ચને પહોંચી વળવા માટે લાંબા સમયથી મોટા પાયે ઉધાર લેવા પર નિર્ભર રહી છે. 2017ની સ્થિતિ સાથે સરખામણી કરવાથી આ ચિત્ર વધુ સ્પષ્ટ થાય છે: ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે પ્રથમ વખત રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું બમણાથી પણ વધુ થઈ ગયું છે.

આખરે અમેરિકા આટલો ઉધાર કેમ લઇ રહ્યુ?

અન્ય કોઈપણ દેશની સરકારની જેમ, અમેરિકાને પણ તેના ખર્ચને પહોંચી વળવા માટે આવકની જરૂર હોય છે. જ્યારે સરકારની આવક કુલ ખર્ચ કરતાં ઓછી હોય, ત્યારે તે અંતરને દૂર કરવા માટે નાણાં ઉછીના લેવા પડે છે. અમેરિકામાં લાંબા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.

તાજેતરના વર્ષોમાં, યુએસ સરકારની બજેટ ખાધ વાર્ષિક આશરે 2 ટ્રિલિયન ડોલરની આસપાસ રહી છે. ખાસ વાત એ છે કે, એટલુ મોટુ નુકસાન માત્ર યુદ્ધ કે ગંભીર આર્થિક મંદીના સમયમાં જ નહીં, પરંતુ સામાન્ય આર્થિક પરિસ્થિતિઓમાં પણ જોવા મળી રહી છે. સરકારનો સતત વધતો જતો ખર્ચ, ટેક્સ અને ખર્ચ વચ્ચેનું અંતર તથા આર્થિક નીતિઓ આ સ્થિતિ માટે જવાબદાર મહત્વના પરિબળોનું કારણ છે.

વાસ્તવમાં, કોવિડ-19 મહામારીએ આ સમસ્યાને વધુ ગંભીર બનાવી દીધી. મહામારી દરમિયાન, યુએસ સરકારે નાગરિકો, વ્યવસાયો અને અર્થતંત્રને રાહત પૂરી પાડવા માટે મોટી રકમ ખર્ચી હતી. આના કારણે મોટા પાયે દેવું લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી, અને એવો અંદાજ છે કે 2017થી યુએસના દેવામાં થયેલા કુલ વધારામાં લગભગ ત્રીજો ભાગ મહામારીના સમયગાળાને આભારી છે.

લોનથી વધારે વ્યાજનું ટેન્શન

વધતા જતા દેવાનો વ્યાજના ખર્ચ પર નોંધપાત્ર પ્રભાવ પડે છે. સરકારને જેટલી વધારે લોન લેવી પડે છે, તેટલું જ વધારે વ્યાજ ચૂકવવું પડે છે. જો વ્યાજદરોમાં વધારો થાય, તો આ દેવુ વધુ વધી શકે છે. હેરાનીના વાત એ છે કે, યુએસ સરકારી બોન્ડ્સ પરનું વળતર ઘણા દાયકાઓની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે.

સરકારી દેવામાં વધારો, મોંઘવારી અને વૈશ્વિક આર્થિક જોખમોને ધ્યાનમાં રાખીને રોકાણકારો યુએસ બોન્ડ્સ પર વધુ વળતરની માંગ કરી રહ્યા છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે લાંબા ગાળાના સરકારી બોન્ડ માર્કેટને ટેકો આપવા માટે સરકારી બોન્ડ બાયબેક યોજનાના વિસ્તરણની જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય બોન્ડ માર્કેટમાં સ્થિરતા જાળવવામાં મદદ કરવાનો છે.

અમેરિકાની સામે શું છે વિકલ્પ?

અમેરિકા માટે વધતા દેવા પર નિયંત્રણ મેળવવું સરળ નહીં હોય. સરકાર પાસે મુખ્ય બે વિકલ્પો છે: ખર્ચમાં ઘટાડો કરવો અથવા ટેક્સ-આવકમાં વધારો કરવો. આ ઉપરાંત, બંને પગલાં એકસાથે પણ અપનાવી શકાય છે. જોકે, દરેક પગલામાં રાજકીય અને આર્થિક પડકારો રહેલા છે.

આ પણ વાંચોઃ ચીનનું Chang'e-7 મિશન 24 ઓગસ્ટે લોન્ચ, ચંદ્રના અંધારા ખાડાઓમાં બરફની શોધ!

સરકારી ખર્ચમાં ઘટાડો કરવાથી વિવિધ કાર્યક્રમો અને સેવાઓ પર અસર પડી શકે છે. જ્યારે ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય જનતા અને વ્યવસાયો એમ બંને માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે. 40 ટ્રિલિયન ડોલરનું દેવું એ માત્ર એક મોટી સંખ્યા નથી. તે એ બાબતનો સંકેત આપે છે કે લાંબા ગાળે અમેરિકાએ તેના ખર્ચ અને આવક વચ્ચેની વધતી જતી ખાઈને ઘટાડવી પડશે. જો ખોટમાં વધારો ચાલુ રહેશે, તો વ્યાજની ચુકવણીનો બોજ પણ વધી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald trump US Debt Crosses 40 Trillion dollar doubling

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ