ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC heritage home cream color tax bill ahmedabad

અમદાવાદ / કુંભકર્ણની નીંદ્રામાંથી જાગીને AMCએ હેરિટેજ મકાનોની જાળવણી માટે કર્યો નવતર પ્રયોગ

Published By: Vishal

Last Updated: 05:41 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના હેરિટેજ મકાનોની જાળવણી કરવા હવે કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. મકાનોનો નકશો તૈયાર કરી હેરિટેજ સીટીમાં આવતા મકાનોના ટેક્ષ બિલ હવે ક્રીમ કલરમાં આપશે.

ADVERTISEMENT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ મકાનોનો ની-શુલ્ક નકશો તૈયાર કરી આપવામા આવી રહ્યો છે. હેરિટેજ મકાનોની જાળવણી થાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા કેટલાક પગલા લેવામા આવ્યા છે. જેમા હેરિટેજ મકાનધારકોને મકાનનો હયાત નકશો તૈયાર કરી આપવામા આવે છે. ચાર-પાંચ મહિના પહેલા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી શરુ કરવામા આવી છે. અત્યાર સુધીમા 50 મકાનોના નકશા તૈયાર કરવામા આવ્યા છે. કોર્પોરેશનના કર્મચારીઓ મકાનધારકના ધરે જઇ નકશો તૈયાર કરે છે. મકાનનો નકશો તૈયાર હોય તો રીસ્ટોરેશનની કામગીરી કરવી હોય તો સરળતા રહે છે. આ સાથે રીસ્ટેરેશન માટે કેટલો ટીડીઆર મળશે તેનો અંદાજ આવી શકે છે.

આમ કરવાનો હેતુ એ છે કે આવા મકાનો વર્ષો જુના હોવાથી તેઓનો નકશો હોતો નથી. આથી રીસ્ટોરેશન માટે ફાઇલ મુકતી વખતે તે બનાવવો પડે છે. આ નકશો બનાવતા 15થી 20 દિવસ થાય છે. જો તે તૈયાર હોય તો રીસ્ટોરેશનની પ્રોસીઝર ઝડપી થાય છે. વળી મકાનધારક અનઅધિકૃત રીતે તેમા ફેરફાર કરે તો તેનો ખ્યાલ આવી શકે છે.

AMCએ 5500 જેટલા બીલની વહેંચણી કરી

આ સાથે હેરીટેજ મકાનો ખાસ હોવાથી તેઓના પ્રોપ્રર્ટી બીલ અલગ કલરમાં આપવામા આવી રહ્યા છે. ક્રીમ કલરમા આપવામાં આવતા આ બીલમા સુચના લખવામાં આવી છે કે તમારુ મકાન હેરીટેજ છે તેમા અન અધિકૃત ફેરફાર કરવો નહીં. કોર્પોરેશન દ્વારા આવા 5500 જેટલા બીલની વહેંચણી કરવામાં આવી છે. હેરીટેજ મકાનોની વાત કરવામા આવે તો શહેરમા 2236 મકાન છે જેમા ગ્રેડ-2એ-95, ગ્રેડ-2બી-547 અને ગ્રેડ-થ્રીના 1594 મકાનો છે.

આ કામગીરીથી કોઇ ફેર પડશે કે કેમ?

હેરીટેજની વાતો કરતુ કોર્પોરેશન હેરીટેજ માટે આ પ્રકરાની કામગીરી કરી રહ્યુ છે, પરંતુ કેટલાય હેરીટેજ મકાનો એવા છે જેમા મંજુરી વગર રીસ્ટોરેશન કરવામાં આવ્યું. કેટલાકમા તો હેતુ ફેર કરવામાં આવ્યો ત્યાં સુધી કોર્પોરેશન વર્ષો સુધી ઉંધતુ રહ્યુ અને થોડા સમય પહેલા કુંભકર્ણની નીંદ્રામાથી જાગીને આાવા મકાનો સામે કાર્યવાહી કરવામા આવી. હવે જોવુ એ રહે છે કે આ પ્રકારની કામગીરીથી હેરીટેજ જાણવણીને લઇ કોઇ ફેર પડે છે કે કેમ?

સંકળાયેલા મુદ્દાઓ

AMC ahmedabad heritage home ગુજરાત હેરિટેજ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ