ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ambani family lit up against corona virus

શક્તિ / મુકેશ અંબાણીએ મીણબત્તી સળગાવી તો નીતા અંબાણી કર્યા મહામૃત્યુંજય મંત્રના જાપ

Published By: Juhi

Last Updated: 11:17 AM, 6 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આખી દુનિયા કોરોના વાયરસના સંકટની સામે ઝઝૂમી રહી છે. ભારતમાં પણ કોરોના સંક્રમિતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. કોરોના સામે લડવા માટે પીએમ મોદીએ 5 એપ્રિલ રવિવારના રોજ 9 વાગ્યે 9 મિનિટ સુધી ઘરની લાઇટો બંધ કરીને, મીણબત્તી પગ્રટાવવાની દેશવાસીઓને અપીલ કરી હતી.

ADVERTISEMENT

પીએમ મોદીની આ અપીલમાં સામાન્ય લોકો જ નહી સેલિબ્રેટીઝે પણ પોતાના ઘરે દીવડા, મીણબત્તી કે ટોર્ચ ચાલુ કરીને પ્રકાશ પાર્થયો હતો. સેલેબ્સે દીવા અને મીણબત્તી પ્રગટાવતી ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં હાલમાં ટ્રેન્ડિગ છે. 

 

કોરોના વાયરસ સામેની જંગમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ શામેલ થયા હતા, તેમણે પોતાના ઘરે મીણબત્તી પ્રગટાવવી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ મીણબત્તી સાથે જોવા મળે છે. હાથમાં મીણબત્તી સાથે નીતા અંબાણી મહામૃત્યુજંયના મંત્રની જાપ કરી રહ્યા છે. 

નીતા અંબાણીએ પોતાના ઘરની તમામ લાઇટો બંધ કરી મીણબત્તી પ્રગટાવવી હતી અને તેની ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ સિવાય ઉદ્યોગપતિ રતન ટાટાએ પણ પોતાના ઘરે 9 વાગેને 9 મિનિટ પર દીવો પ્રગટાવવીને કોરોના સામેની આ લડતમાં સાથ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોરોના સામેની આ જંગમાં પીએમ મોદી રિલીફ ફંડમાં ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા ગ્રુપે સુયંક્ત રીતે 1500 કરોડ રૂપિયાનું દાન કર્યુ તો  રિલાન્યસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 500 કરોડનું દાન કર્યુ. તે ઉપરાંત કંપની 5-5 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર તથા ગુજરાત મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ આપ્યા.

સંકળાયેલા મુદ્દાઓ

India Mukesh Ambani Ratan Tata Support covid 19 neeta ambani viral Strong

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ