બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / Ambaji temple bhadarvi poonam fair 2.74 crore income

ભાદરવી પૂનમ / અંબાજી મેળામાં 12 લાખ ભક્તોનું ઘોડાપૂર, મંદિરને 2.74 કરોડનું દાન મળ્યું

Published By: Gayatri

Last Updated: 03:05 PM, 12 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શક્તિપીઠ અંબાજીમાં ભક્તોના ઘોડાપૂર ઊમટ્યાં છે. સાત દિવસીય  ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ, દર્શનાર્થીઓથી અંબાજી ઊભરાઇ રહ્યું છે.

 

  • મંદિરને સોનાની 102.1 ગ્રામની આવક થઈ છે
  • એસટી તંત્ર દ્વારા ચાર દિવસમાં 10139 બસની ટ્રિપ
  • સમગ્ર મેળામાં શ્રદ્ધાળુઓનો આંકડો 25થી 30 લાખ સુધી પહોંચે 

આવતી કાલે શુક્રવારે પૂનમને લઇને આજે લાખો ભાવિકો અંબાજીમાં આવી રહ્યા છે.યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે. વહેલી સવારથી જ યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મેળાનાં ચાર  દિવસમાં અંબાજી મંદિરમાં 12.19 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મા અંબાનાં દર્શન કર્યાં છે.

જ્યારે ભક્તો દ્વારા દાન ભેટમાં આપેલી રકમ ચાર દિવસમાં રૂપીયા 2કરોડ 74 લાખ જેટલી રકમ ભંડારામાં પધરાવી છે. આજે પણ સવારથી અવિરતપણે માતાજીના રથ અને ૫૨ ગજની ધજાઓ લઇ પદયાત્રીઓ મંદિર તરફ ધસી રહ્યા છે. સમગ્ર મેળામાં શ્રદ્ધાળુઓનો આંકડો 25થી 30 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે. અંબાજીના મહામેળા માટે વૃદ્ધો, વિકલાંગો તથા બાળ બક્તો માટે ખાસ એસટી બસનો પ્રારંભ કરાયો છે. જે નિઃશુલ્ક છે. આ સાથે જ ભક્તો માટે ટેન્ટ સિટી સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

અત્યાર સુધીમાં કુલ 11.60 હજાર પ્રસાદ પેકેટનું વિતરણ થયું છે ભંડારામાં દાનપેટી સહિત બેન્કની આવક એસટી તંત્ર દ્વારા ચાર દિવસમાં 10139 બસની ટ્રિપ કરવામાં આવી છે. કુલ બે લાખથી વધુ યાત્રીઓએ તબિયતની નાની મોટી બીમારીની સારવાર લીધી છે. ૨૮ હજાર વૃદ્ધો અને દિવ્યાંગોએ નિઃશુલ્ક બસ મુસાફરી કરી છે. મંદિરને સોનાની 102.1 ગ્રામની આવક થઈ છે. 2900 ધજા ચઢાવાઇ છે પાંચ લાખ ભક્તોએ એસટીની મુસાફરી કરી છે. 

ભાદરવી પૂનમ હોઈ  યાત્રાધામ અંબાજી મંદિરનાં દર્શન-આરતીના સમયમાં સાત દિવસ માટે ફેરફાર થયો છે. શનિવાર  14 સપ્ટેમ્બર સુધી નવો આરતી અને દર્શનનો સમય યથાવત્ રહેશે. આરતીનો સમય 6.15થી 6.45 કરાયો છે. તો સાંજની આરતીનો સમય 7.૦૦થી 19.30 કરાયો છે.  માતાજીનાં દર્શન સવારે 6.45થી 11.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે 12.30 વાગ્યાથી સાંજે 7.00વાગ્યા સુધી દર્શન કરી શકાશે, સાંજે 7.30થી લઈને 1.30વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple bhadarvi poonam gabbar gujarat અંબાજીનો મેળો દાન bhadarvi poonam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ