બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ambaji chunriwala mataji prahlad jani death lockdown gujarat
Last Updated: 11:19 AM, 28 May 2020
ADVERTISEMENT
તેમણે મંગળવારે માણસાના ચરાડા ગામમાં રાત્રે 2.45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તો દર્શન કરી શકે તે માટે તેમને આશ્રમમાં રખાયા હતા. ત્યારે આજે તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ આપવામાં આવી છે. સોશિયલ મીડિયાથી ભક્તોએ સમાધિના દર્શન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગુફામાં રહેતા ચુંદડીવાળા માતાજી મંગળવારે ચરાડા ગામમાં દેવલોક પામ્યા હતા. ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતા, અને તેમના પર અનેક સંશોધન થઈ ચૂક્યા હતા.
ADVERTISEMENT
ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો હતો. જેને લઇને તેમને આજે અંબાજી ખાતે તેમને શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ આપવામાં આવી હતી. તેઓએ તેમના જીવનકાળ દરમિયાન અંદાજે 76 વર્ષથી અન્ન જળનો ત્યાગ કર્યો હતો. જેને લઇને વિજ્ઞાન માટે પણ તેઓ એક કોયડા સમાન બની ગયા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેમના પર સંશોધન પણ કરવામાં આવ્યું હતું.
કોણ હતા ચુંદડીવાળા માતાજી?
ચુંદડીવાળા માતાજી મહેસાણાના ચરાડા ગામના વતની હતી
ચુંદડીવાળા માતાજીનું નામ પ્રહલાદ જાની હતું
12 વર્ષના હતા ત્યારથી અન્ન-જળનો ત્યાગ કર્યો હતો
ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની નહોતા લેતા અન્ન-જળ
છેલ્લા 76 વર્ષથી અન્ન-જળ વિના જીવતા હતા
માતાજીએ પોતાની મૂર્તિની જીવતે પ્રાણપ્રતિષ્ઠા કરી હતી
ચુંદડીવાળા માતાજી પર વૈજ્ઞાનિકોએ પણ કર્યા હતા પરિક્ષણ
ચુંદડીવાળા માતાજી એક ચમત્કારનો ભાગ કહી શકાય
ચુંદડીવાળા માતાજી કઈ રીતે ભુખ્યા રહે ચે તે એક રહસ્ય હતું
ચુંદડીવાળા માતાજીને મા અંબા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી
2005-06માં પ્રહલાદ જાની પર અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સંશોધન થયું હતું
પ્રહલાદ જાનીએ મા અંબાજીના ઉપાસક હોવાનો દાવો કર્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.