બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amazing journey ICC Men's Cricket World Cup trophy reaches SOU, puts up historic display for cricket lovers

અદભુત સફર / ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી પહોંચી SOU, ક્રિકેટપ્રેમીઓ માટે મૂકાઇ ઐતિહાસિક પ્રદર્શનમાં

Malay

Last Updated: 02:25 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Narmada News: ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી

  • ICC ક્રિકેટ વર્લ્ડકપની ટ્રોફી SOU પહોચી
  • વર્લ્ડકપની ટ્રોફી SOU ખાતે પ્રદર્શન માટે મુકાઈ
  • ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે પ્રદર્શન માટે રખાઈ

નર્મદા ન્યૂઝ: પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સમગ્ર વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવી છે. 

18 દેશોના પ્રસિદ્ધ સ્થાનોની કરાવાઈ મુસાફરી
ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને અવકાશની સાથે 18 દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે.

ટ્રોફીને નજીકથી નિહાળવાની મળી તક
આજે ક્રિકેટ પ્રેમીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે.

વર્ષની શરૂઆતથી શરૂ કરી છે સફર
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆતથી જ તેની અદભૂત સફર શરૂ કરી છે. તે પૃથ્વીથી 1,20,000 ફૂટની ઉંચાઈ પર આવેલ સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી હતી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ