ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Alpesh Thakor can turn water on the hope of Shankar Chaudhury

રાજનીતિ / અલ્પેશે કર્યુ એવું કામ કે શંકર ચૌધરીની આશા પર પાણી ફર્યુ સમજો

Published By: Vishal

Last Updated: 03:24 PM, 31 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્પેશ ઠાકોરે રાધનપુરથી પેટાચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને લઇ મોટું નિવેદન આપ્યું છે. જીતું વાઘાણીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોરે રાધનપુરથી ટિકિટ માગી તે સ્વભાવિક છે. પાર્ટી પણ એ દિશામાં વિચારશે. કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા એટલે એમની અપેક્ષા જરૂર હોય.

ADVERTISEMENT

અલ્પેશે કહ્યું અમારી સમજૂતી થઈ ગઈ છે

ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ પ્રચાર શરૂ કરી દેશે. ઉલ્લેખનીય છે કે 30 ઓગસ્ટથી અલ્પેશ ઠાકોર રાધનપુરમાં પ્રચારના શ્રીગણેશ કરવાના હતાં. એટલે કે ચૂંટણીની જાહેરાત પહેલા જ અલ્પેશ ઠાકોરે રાધનપુરથી લડવાના સંકેત આપી દીધા છે. ત્યારે શંકર ચૌધરીની રાધનપુરથી ચૂંટણી લડવાની અટકળો અંગે અલ્પેશ ઠાકોરે કહ્યું કે, શંકર ચૌધરી અને મારું મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ છે.

શંકર ચૌધરીની આશા પર પાણી ફરી શકે

મહત્વનું છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની વાવ બેઠક પરથી શંકર ચૌધરી કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની સામે હારી ગયાં હતાં. ત્યાર બાદ કોંગ્રેસને અલવિદા કહી દેનાર અલ્પેશ ઠાકોરની રાધનપુર બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ઉલ્લેખનીય છે કે રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોર ધારાસભ્ય હતાં. 

આવામાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે સૂત્રો તરફથી કહેવાતું હતું કે રાધનપુરથી ભાજપ શંકર ચૌધરીને મેદાને ઉતારી શકે છે. પરંતુ જે રીતે હવે અલ્પેશે પેટાચૂંટણીની જાહેરાત પહેલાં જ રાધનપુરથી ચૂંટણી પ્રચાર કરી દીધો છે ત્યારે લાગી રહ્યું છે કે શંકર ચૌધરીની આશા પર પાણી ફરી શકે છે. આગામી સમયમાં જોવાનું રહેશે કે અલ્પેશ અને શંકર ચૌધરી વચ્ચે કઈ સમજૂતી ગોઠવાય છે અને ભાજપ કયા ફોર્મ્યુલાના આધારે આ રાધનપુર જંગને પાર પાડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Alpesh Thakor BJP Jitu Vaghani Shankar Chaudhury politics રાજનીતિ politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ