બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઇરાનમાં બંધક બનેલા તમામ લોકો ગુજરાત આવ્યા, પોલીસે તુરંત જ પુછપરછ માટે કસ્ટડીમાં લીધા
Last Updated: 04:33 PM, 28 October 2025
ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોને હાશકારો થયો હતો. ચારેય લોકોને વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે 2 લોકોને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ઓફીસ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરીને LCB લઇ ગઇ
અનિલ ચૌધરી અને નિખિલ ચૌધરીને ગાંધીનગર LCB ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમારની તબિયત લથડતા તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. LCB ઓફિસે માણસા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય જે.એસ.પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી પણ તે લોકોની સાથે હાજર રહ્યા હતા. અહીં તેમની વિગતે પુછપરછ કરવામાં આવશે. જેમાં એજન્ટ અને તેની સિન્ડિકેટ સહિતની માહિતી માંગવામાં આવશે. ઉપરાંત ચારેય જણા અહીંથી કેવી રીતે ગયા, એજન્ટની વિગતો, કયા રુટ પરથી નીકળ્યા હતા. વિઝા હતા કે નહીં. ખંડણીખોરોના અત્યાચાર સહિતની વિગતોના આધારે તપાસ આદરવામાં આવશે.
ADVERTISEMENT
ગેરકાયદે વિદેશ જવા બાબતે પોલીસ ફરિયાદ થઈ નથી
જો કે ધારાસભ્યએ જણાવ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ, શાહ હૈ તો સલામતી હૈ, ગાંધીનગરના SP પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. એરપોર્ટથી તેમના પરિવાર સાથે વાત કરી લેવામાં આવી હતી. પીડિતોએ હજુ સુધી એજન્ટ અંગે પરિવારને જાણ કરી નહોતી. તેમનો પરિવાર અને માતા-પિતા પણ સમગ્ર બાબતે અજાણ હતા. ગેરકાયદે વિદેશ જવા અંગે પોલીસ ફરિયાદ થઈ નથી. વિદેશમાં સ્થાયી થવા માટે કોઈના કોઈ પ્રકારે વિદેશ જતા હોય છે. પરિવાર મજબુત થાય એ માટે સાહસ કરીને જતા હોય છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર
અમિત શાહ, હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ, જે.એસ.પટેલ, અમિત ચૌધરીએ ભરચક પ્રયાસો કર્યા : સરપંચ
ADVERTISEMENT
બાપુપુરા ગામના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમારા ગામનાં યુવાનો સલામત પરત ફર્યા તે રાહતની વાત છે. અમારા ગામના અને સમાજના યુવાનો છૂટી ચુક્યા છે અને ભારત અને ગુજરાત પરત ફરી ચુક્યાં છે. જો કે આ અસંભવ લાગતા કામને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, જે.એસ.પટેલ અને પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ રાતભર ભરચક મહેનત કરી હતી. અમે તેમનો જેટલો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આભાર માનું છું કે અમારા ગામના યુવાનોને છોડાવીને ભારત લાવ્યા છે. ખંડણી માંગનાર કોઈ બાબાખાન નામનો વ્યક્તિ છે જે તહેરીનનો છે. વધુ માહિતી તો તપાસ બાદ જ સામે આવશે.
ચારેય લોકોના અપહરણ પાછળ પાકિસ્તાની એજન્ટનો હાથ હોવાની ચર્ચા
ADVERTISEMENT
બીજી તરફ ગામના સૂત્રોએ જણાવ્યું કે, ગામના જ એક એજન્ટે ભૂતકાળમાં એક પાકિસ્તાની એજન્ટ મારફતે બે-ત્રણ પેસેન્જરને અમેરિકા મોકલ્યા હતા. જે પેસેન્જર ઉતરી ગયા બાદ તેઓએ એજન્ટને પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી તે એજન્ટે ઓસ્ટ્રેલિયા માટે બીજા કેટલાક લોકોને મોકલવાનો તખ્તો ઘડ્યો હતો. જેના પગલે ગામના દંપતી સહિત ચાર પેસેન્જરોએ ઓસ્ટ્રેલિયા જવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. નક્કી થયા મુજબ 19મી ઓક્ટોબરે ચારેય ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થયા હતા. જેઓને બેંગકોક, દુબઈ થઈ તેહરાન એરપોર્ટ ઉતારવામાં આવ્યા હતા. એરપોર્ટની બહાર નીકળતા જ ચારેયનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ પાછળ ગત્ત બાકી નાણા જવાબદાર હોવાનું પણ ગામલોકો માની રહ્યા છે. પરિવારને 26 ઓક્ટોબર ખંડણી માટેનો ફોન આવતા 40 લાખ જેટલી રકમ તો ચૂકવાઇ ગઈ હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.