બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / All team India players report covid negative ahead of third test

સ્પોર્ટ્સ / ત્રીજી ટેસ્ટ પહેલાં ભારત માટે સૌથી મોટી ખુશખબર; સૌએ લીધો રાહતનો શ્વાસ

Published By: Shalin

Last Updated: 04:04 PM, 4 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસ તાજેતરમાં સૌથી મુશ્કેલ વીકએન્ડ રહ્યું.

પાંચ ભારતીય ખેલાડીઓ- રોહિત શર્મા, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સૈની મેલબોર્નની એક રોસ્ટોરાંમાં ગયા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાએ હોબાળો મચાવ્યો કે ભારતીય ખેલાડીઓએ પ્રોટોકોલ તોડ્યો છે. આ બધા વચ્ચે ટીમ ઇન્ડિયા માટે એક ખુશખબર આવ્યા છે કે ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

BCCIએ જણાવ્યું, ''ગઈ કાલે ભારતીય ક્રિકેટ ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફનો RTPCR ટેસ્ટ થયો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.''

ઓસી. મીડિયાનો રિપોર્ટ ખેલાડીઓ માટે ચિંતાનો વિષય નથી

BCCIનાં સૂત્રોએ જણાવ્યું કે ઓસી. મીડિયાનો રિપોર્ટ ખેલાડીઓ માટે ચિંતાનો વિષય નથી અને તેઓ ત્રીજી ટેસ્ટની તૈયારીમાં કોઈ કસર નથી રાખી રહ્યા, કારણ કે શ્રેણી ૧-૧થી બરોબર પર છે. ખેલાડીઓએ બહારની દુનિયા સાથેનો સંપર્ક તોડી નાખ્યો છે અને તેઓ એ ધ્યાનમાં નથી લઈ રહ્યા કે કોણ શું કહે છે. અમે એવું માનીને ચાલી રહ્યા છીએ કે કોઈ પણ પ્રોટોકોલ તોડવામાં આવ્યો નથી. અમે ત્રીજી ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

પાંચેય ખેલાડી ટીમ સાથે જ સિડની જવા રવાના 

વિવાદ છતાં ભારતીય ટીમ રોહિત શર્મા સહિત પાંચેય ખેલાડીઓ સાથે સિડની જવા રવાના થઈ. આ પાંચેય ખેલાડીઓ પર બાયોબબલ નિયમ તોડવાનો આરોપ હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IND Vs AUS sports ક્રિકેટ સ્પોર્ટ્સ sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ