ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / All 4 BJP candidates declared unopposed in Rajya Sabha
Last Updated: 04:25 PM, 20 February 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં ચાર રાજ્યસભાનાં સભ્યોની ટર્મ પૂર્ણ થઈ રહી હોઈ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી હોઈ રાજ્યસભાનાં 4 ઉમેદવાોનો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપનાં ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ઉમેદવારનાં ટેકેદારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.
ADVERTISEMENT
ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, મયંક નાયક, ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે. જોકે આ ચારેયની સત્તાવાર જીતની જાહેરાત કરવામાં આવી હતી. આ તરફ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફાર્મ ભર્યો નથી. મહત્વનું છે કે, 4 બેઠકો માટે 144 સભ્યોના બળની જરૂર છે. ભાજપ પાસે 156 બેઠકો છે. રાજ્યસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ 4 ધારાસભ્યના રાજીનામા બાદ હાલ 175 સભ્યોની સંખ્યા છે. 178 ધારાસભ્યોમાંથી ભાજપ પાસે 156 બેઠકો અને કોંગ્રેસ પાસે 15 બેઠકો છે. વિધાનસભામાં આપ ના 4, સમાજવાદી પાર્ટીના 1 તેમજ અપક્ષના 2 ધારાસભ્યો છે.
કોણ છે જે.પી. નડ્ડા ?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે
જે.પી.નડ્ડાનું પુરુ નામ છે જગત પ્રકાશ નડ્ડા
બિહારના પટનામાં વર્ષ 1960માં જન્મ
BA અને LLB સુધીનો અભ્યાસ પટનામાંથી
શરૂઆતથી જ ABVPના કાર્યકર રહ્યા
પ્રથમવાર 1993માં હિમાચલ પ્રદેશથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા
રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે
વર્ષ 1994થી 1998 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા છે
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન બનાવાયા હતા
ADVERTISEMENT
ગોવિંદ ધોળકિયા કોણ છે?
દૂધાળા ગામમાં 7 નવેમ્બર 1947ના રોજ જન્મ
હીરાના પ્રતિષ્ઠિત કારોબારી
નોકરી છોડીને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો
વેપાર કરવા માટે 410 રૂપિયા ઉધાર લીધા હતા
હાલ 4800 કરોડની નેટવર્થ
લોકો વચ્ચે કાકા તરીકે ઓળખાય છે
1964માં સુરતમાં કારકિર્દીની શરૂઆત કરી
શરૂઆતમાં હીરા કાપવાનું અને પોલિશિંગનું કામ કરતા
બે મિત્રો સાથે મળીને સ્વતંત્ર રીતે કામ કરવાનું નક્કી કર્યું
શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની બનાવી
રફ હીરાના વેપારી હીરાભાઈ વાડીવાલા સાથે વેપાર શરૂ કર્યો
પોલીશ કર્યા બાદ રફ હીરાનું વજન 34 ટકા સુધી કરી બતાવ્યું
હીરાના વેપારમાં ઝંપલાવ્યા બાદ પાછું વાળીને જોયું નથી
ADVERTISEMENT
મયંક નાયક કોણ છે?
ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ
મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ હતા
મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધી જવાબદારી નિભાવી
મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.