બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ફાઇનલમાં થશે ધમાકો: RCB vs GT મહામુકાબલામાં અક્ષય કુમાર કરશે 'વેલકમ ટુ ધ જંગલ'નું પ્રમોશન
Last Updated: 05:24 AM, 31 May 2026
બોલિવૂડના 'ખિલાડી' એટલે કે અક્ષય કુમાર આ દિવસોમાં બોક્સ ઓફિસ અને સોશિયલ મીડિયા બંને જગ્યાએ ભારે લાઈમલાઈટમાં છે. એક તરફ તેની હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા' રિલીઝના 6 અઠવાડિયા પછી પણ થિયેટરોમાં સફળતાપૂર્વક ટકી રહી છે, તો બીજી તરફ અક્ષયની આગામી મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' પણ સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આ ફિલ્મને ચાહકો 'વેલકમ 3' તરીકે પણ ઓળખી રહ્યા છે, કારણ કે તે અક્ષયની આઇકોનિક કોમેડી ફ્રેન્ચાઇઝી 'વેલકમ' સાથે જોડાયેલી છે. 26 જૂનના રોજ રિલીઝ થનારી આ મોટી ફિલ્મ માટે અક્ષય કુમારે પ્રમોશનની જોરદાર શરૂઆત કરી દીધી છે. હવે આ પ્રમોશનના ભાગરૂપે અક્ષય કુમાર IPL 2026 ની ફાઇનલ મેચમાં ધમાકેદાર એન્ટ્રી કરવાનો છે.
ADVERTISEMENT
A Final this big deserves a little madness, a little adventure and a lot of entertainment 🏏🔥
— Akshay Kumar (@akshaykumar) May 30, 2026
Catch the T20 Cricket Final only on Star Sports & JioHotstar | SUN, 31 MAY, 6 PM.#WelcomeToTheJungle 🌴 @StarSportsIndia @JioHotstar pic.twitter.com/GzkCsckHTa
ADVERTISEMENT
અક્ષય કુમારે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે, જેમાં આઇપીએલ મેચોની ઓફિશિયલ કોમેન્ટ્રી ટીમ નજરે પડી રહી છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, આર અશ્વિન અને અનિલ કુંબલે અક્ષય સાથે હસતા અને મસ્તી કરતા જોવા મળે છે. ખાસ વાત એ છે કે સ્ટુડિયોમાં આ તમામ ક્રિકેટર્સની પાછળ અક્ષય કુમારની આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' ના મોટા-મોટા પોસ્ટર્સ લગાવેલા સ્પષ્ટ જોઈ શકાય છે.
આ વીડિયોમાં અક્ષય કુમાર પોતાના અનોખા અંદાજમાં બોલી રહ્યો છે કે, "વેલકમ ટુ ધ એક્શન, મજા, ડ્રામા અને ઢેર સારા હંગામા. જુઓ સૌથી એપિક ટી20 ફાઇનલ 31 મે ના રોજ, સાંજે 6 વાગ્યે માત્ર જિયો હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ પર. આ વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં અક્ષયે લખ્યું, આટલી મોટી ફાઇનલ થોડો પાગલપન, થોડું એડવેન્ચર અને ઢેર સારા એન્ટરટેઇનમેન્ટ તો ડિઝર્વ કરે જ છે. જો કે, આ વીડિયોથી હજુ એ સ્પષ્ટ નથી થયું કે અક્ષય કુમાર ફાઇનલ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર લાઈવ પ્રમોશન કરશે કે પછી માત્ર બ્રોડકાસ્ટરના સ્ટુડિયોમાં જ હાજર રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મ અક્ષય કુમાર અને તેના ફેન્સ માટે ખૂબ જ ખાસ છે. વર્ષ 2007 માં આ ફ્રેન્ચાઇઝીની શરૂઆત અક્ષયની ઓરિજિનલ બ્લોકબસ્ટર ફિલ્મ 'વેલકમ' થી થઈ હતી, જે આજે પણ લોકોની ઓલ-ટાઇમ ફેવરિટ કોમેડી ફિલ્મ છે. જો કે, વર્ષ 2015 માં જ્યારે આ ફિલ્મનો સિક્વલ ભાગ 'વેલકમ બેક' આવ્યો, ત્યારે અક્ષય કુમારના સ્થાને જોન અબ્રાહમને લીડ હીરો તરીકે લેવામાં આવ્યો હતો. હવે લાંબા સમય બાદ એટલે કે લગભગ 11 વર્ષ પછી ડાયરેક્ટર અનીસ બઝ્મી આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મમાં ફરી એકવાર અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં પાછા લાવ્યા છે.
આ પણ વાંચોઃ હત્યા કે આપઘાત! જ્યોર્જિયામાં છેલ્લાં 16 દિવસથી ગુમ વિદ્યાર્થીનો નદીમાંથી મળ્યો મૃતદેહ
ADVERTISEMENT
આ વખતે મેકર્સ ફિલ્મને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે એક બહુ મોટી સ્ટાર કાસ્ટ લઈને આવ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે બોબી દેઓલ, સંજય દત્ત, સુનિલ શેટ્ટી, અર્શદ વારસી અને પરેશ રાવલ જેવા બોલિવૂડના દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્મનું એક ભોજપુરી ગીત 'ઘિસ ઘિસ ઘિસ' રિલીઝ કરવામાં આવ્યું હતું, જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે અને ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેના આઇપીએલ ફાઇનલના કરોડો દર્શકો સમક્ષ અક્ષય કુમાર પોતાની આ ફિલ્મનો અસલી ક્રેઝ અને માહોલ સેટ કરવા માટે તૈયાર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.