બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:40 AM, 11 April 2024
અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતના કડોદરામાં અકળામુખી હનુમાનજીનુ મંદિર આવેલુ છે. કળિયુગના દેવ મનાતા હનુમાનજી મહારાજ એક બે નહી, એક સાથે અગિયાર મુખ ધરાવે છે. 700 વર્ષથી પણ વધુ પૌરાણિક અકળામુખી હનુમાનજી દાદા સાથે શ્રદ્ધાળુઓની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. ભારતમાં વર્ષોથી મહાબલી હનુમાનજીની ઉપાસના થાય છે અને તેમાં પણ કષ્ટભંજનદાદાને સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. દેશમાં હનુમાનજીના અનેક પાવન સ્થાન આવેલા છે. આવું જ એક સ્થાન સુરત જિલ્લાના કડોદરામાં આવેલું અકળામુખી હનુમાનજીનું મંદિર છે.
ADVERTISEMENT
સુરતના કડોદરામાં અકળામુખી હનુમાનજીનુ મંદિર
અકળામુખી હનુમાનદાદાના મંદિરે દાદાના દિવ્ય સ્વરૂપે દર્શન થાય છે. લોકોએ હનુમાનજીના સિંદૂર સ્વરૂપના દર્શન કર્યા હશે, સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના દર્શન કર્યા હશે પણ હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન કે જે 11 મસ્તકધારી છે તે અકળામુખી હનુમાનજીના મંદિરે કરી શકાય છે. કડોદરાના દિવ્ય સ્થાનકે હનુમાનજીની અગિયારમુખી પ્રતિમાના દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે. અમદાવાદ મુંબઈ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરતમાં આવેલા કડોદરામાં બિરાજમાન અકળામુખી હનુમાનદાદાના મંદિરે શનિવારે અને મંગળવારે દર્શનાર્થીઓ દર્શને ઉમટી પડે છે. સતત વ્યસ્ત રહેતા માર્ગ પર મંદિર આવેલુ છે તો પણ અહીં ભક્તો શાંતિનો અહેસાસ કરે છે. દૂરદૂરથી આવતા ભક્તો જ્યારે પણ આ માર્ગ પરથી નીકળે તો મંદિરે આવીને દાદાના દર્શન કરવાનું ભૂલતા નથી.
ADVERTISEMENT
કળિયુગના દેવ હનુમાનજી મહારાજ
ભક્તોની આસ્થા છે કે આ સ્થાન પર અકળામુખી હનુમાનજીની કૃપા છે અને આથી જ તેઓ જ્યારે પણ મંદિરે આવી દાદાના ચરણોમાં શીશ ઝુકાવે છે ત્યારે તેમની તમામ મુશ્કેલીઓનો આપમેળે અંત આવી જાય છે.વર્ષોથી અકળામુખી હનુમાનજી મહારાજ બિરાજમાન છે અગિયાર મુખવાળા દાદાના ચરણે જતા જ દૂખદારિદ્ર દૂર થાય છે. આમ તો અકળામુખી હનુમાન દાદાનુ મંદિર અનેક વર્ષ પ્રાચીન છે પણ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી આ દિવ્ય મંદિરનો ભવ્ય જીણોદ્ધાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધા આસ્થા સાથે દર શનિવારના રોજ મંદિરે માનવમહેરામણ ઉમટે છે.અકળામુખી હનુમાનજીના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ અને માટીની છે. મંગળવારે અને શનિવારે દાદાને તેલ ચઢાવવાથી શનિની પનોતી ઉતરે છે.દાદાના મંદિરે નાશિક અને મુંબઈથી પણ લોકો માનતા પૂર્ણ કરવા આવે છે.
ADVERTISEMENT
એક સાથે અગિયાર મુખ ધરાવે છે દાદા
લોકવાયકા પ્રમાણે ગામની બહાર ગ્રામજનો ગાયો ચરાવવા આવતા હતા ત્યાં રોજ એક ગાય માથુ મારતી હતી તે જોઈ ગ્રામજનોએ ત્યાં જમીન ખોદી તો ત્યાં હનુમાનજીનું એક મુખ પ્રગટ થયુ હતું અને ત્યાર બાદ દર ત્રણ વર્ષે એક એક મુખ પ્રગટ થતુ હતું. અને ૩૩ વર્ષે હનુમાનજીના કુલ 11 મુખ પ્રગટ થયા હતા. શ્રાવણ મહિનાના દર શનિવારે મંદિરે મેળો ભરાય છે આશરે ચાલીસથી પિસ્તાલીસ હજાર દર્શનાર્થીઓ દાદાના દર્શનનો લ્હાવો લેય છે. ભાવિકો દાદાને નારિયેળ અને લીંબુ મરચા ચડાવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દિવ્ય મંદિર એટલે અકળામુખી હનુમાનજીનું દિવ્ય સ્થાનક
અકળામુખી હનુમાન મંદિર 700થી 800 વરસ પૌરાણિક હોવાનું મનાય છે હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયલા છે.મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે.ભક્તો દાદા પાસે સાચા મનથી જે પણ મનોકામના રાખે છે તે મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે.દાદાના દર્શને દેશ વિદેશથી પણ ભાવિકો આવે છે. ભક્તોની આસ્થા અનુસાર મહાબલિના સૌથી રૌદ્ર સ્વરૂપમાના એક સ્વરૂપમાં અકળામુખી હનુમાનજીના ગણના કરવામાં આવે છે. શાસ્ત્રોમાં વાપીથી તાપીનો વિસ્તાર એ પરશુરામની ભૂમિ ગણાવાયો છે. જ્યાં મહાદેવ અને હનુમાનજીના અનેક પ્રાચીન મંદિરો આવેલા છે અને આવું જ એક દિવ્ય મંદિર એટલે અકળામુખી હનુમાનજીનું દિવ્ય સ્થાનક.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.