ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / ajit pawar says ncp allied with bjp for the sake of farmers

'મહા' રાજનીતિ / NCPના અજિત પવારે કહ્યું, આ કારણે ભાજપ સાથે સરકાર બનાવી

Published By: Ravi

Last Updated: 09:50 AM, 23 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર રાજનીતિમાં શનિવાર સવારે એક મોટો પલટો જોવા મળ્યો. રાતોરાત સમીકરણ બદલાઈ ગયા મહારાષ્ટ્રના રાજભવનમાં રાજ્યપાલશ્રીએ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને અજિત પવારને ડેપ્યુટી સીએમ પદના શપથ આપ્યા. અત્યાર સુધીમાં કોંગ્રેસ અને શિવસેના સાથે વાતચીત કરી રહેલી NCPએ અચાનક ભાજપને સમર્થન આપતા કેટલાક સવાલો પણ સામે આવી રહ્યા છે, જેના પર અજીત પવારે જવાબ આપ્યા છે.

ADVERTISEMENT

અજીત પવારે શપથ લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. તેમણે કહ્યું, 'ચૂંટણીના પરિણામ આવ્યા બાદ હાલ સુધી કોઈ પાર્ટી સરકાર બનાવી શકી ન હતી, મહારાષ્ટ્ર ખેડૂતોની સમસ્યાઓ સહિત અનેક સમસ્યાઓનું સંઘર્ષ કરી રહ્યું હતું. આ કારણથી અમે સ્થિર સરકાર બનાવવા માટે નક્કી કર્યું.

 

શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ એ કહ્યું કે શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું અને રાજ્યને ખીચડી સરકારની જરૂરત નથી. તેમણે કહ્યું, 'અમે ચુંટણી જીત્યા હતા અને શિવસેનાએ પીછેહઠ કરી. મહારાષ્ટ્રને સ્થિર શાસનની જરૂરત હતી. એના માટે જ અમે સાથે આવ્યા. અમે રાજ્યને સ્થિર સરકાર આપીશું.

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Pawar BJP Maharashtra NCP Shivsena devendra fadnavis maharashtra politics એનસીપી ભાજપ મહારાષ્ટ્ર Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ