ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Airlines refuse to refund cancelled tickets money during extended lockdown offer to reschedule flights

નિર્ણય / જો કેન્સલ થઇ છે તમારી Flight તો ફસાઇ શકે છે રૂપિયા, કંપનીઓ નથી આપી રહી રિફન્ડ

Published By: Juhi

Last Updated: 06:14 PM, 15 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોમેસ્ટિક એરલાઇન્સ કંપનીઓએ દેશભરમાં વધારાયેલા લૉકડાઉનના સમયને જોતા ફરી એક વખત નિર્ણય લીધો છે, તેઓ ગ્રાહકોને ટિકિટ કેન્સલ કરવા પર પૈસા પાછા નહી આપે પરંતુ તેના બદલે એકસ્ટ્રા ચાર્જ લીધા વિના નવી ટિકિટ બુક કરવાની સુવિધા આપશે.

ADVERTISEMENT


ઉલ્લેખનીય છે કે, આ પહેલા યાત્રીઓને આશા હતી કે 15 એપ્રિલથી તેમણે રિફન્ડ મળી શકે છે જોકે હવે જ્યારે લૉકડાઉનને 3 મે સુધી કરી દેવામાં આવ્યુ છે તો એરલાઇન્સ કેશ રિફન્ડની જગ્યાએ PNR પર જ ક્રેડિટ શેલ આપવાની વાત કરી રહી હતી, જેનો ઉપયોગ કરીને યાત્રીઓ આગામી યાત્રામાં ટિકિટ બુક કરાવી શકે છે. જોકે હવે એરલાઇન્સ  દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, 25 માર્ચથી 14 એપ્રિલના સમયગાળા માટે બુક કરાયેલ ટિકિટોની રકમ પરત કરવાને બદલે એરલાઇન્સ્સે ગ્રાહકોને નવી તારીખ પર ટિકિટ બુક કરવાની મંજૂરી આપી દીધી હતી. 

 

જોકે એર ઇન્ડિયા સિવાય મોટાભાગની એરલાઇન્સે 14 એપ્રિલ પછીના સમયગાળા માટે ડોમેસ્ટિક ફ્લાઇટનું બુકિંગ ચાલુ રાખ્યું હતું.

મંગળવારે પ્રધાનમંત્રીએ જ્યારે લૉકડાઉન વધારવાની વાત કર્યા પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ પણ જાહેરનામું બહાર પાડ્યું હતું કે, તમામ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ્સ 3 મે સુધી બંધ રહેશે. DGCAએ કહ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી પ્રાપ્ત આદેશ અનુસાર દેશમાં તમામ પ્રકારની ફ્લાઇટ્સ 3 મે 2020 સુધી બંધ રહેશે.

વિસ્તારા એરલાઇન્સે જણાવ્યું કે, અમે વધેલા લૉકડાઉનના સમયગાળાથી અસરગ્રસ્ત ટિકિટ બુકિંગ કેન્સલ કરવાની તૈયારીમાં છે. અમે ગ્રાહકોને 31 મી ડિસેમ્બર 2020 સુધી કોઈ વધારાનો ચાર્જ વિના નવી તારીખે ટિકિટ બુક કરવાની મંજૂરી આપીશું. પરંતુ જો નવા બુકિંગ પર મુસાફરીના ભાડાંમાં કોઈ ફરક હોય તો તે ગ્રાહકે ચૂકવવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

India Social Media Tickets Price airlines covid 19 refund viral Decision

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ