બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / aiadmk o paneerselvam expelled from party positions e palaniswami takes charge became general secretary in tamilnadu politics

તામિલનાડુ / જયલલિતાની પાર્ટીમાં ઘમાસાણ, પૂર્વ DyCM પનિરસેલ્વમને પક્ષમાંથી કાઢી મુકાયા, પલાનિસ્વામીએ સંભળાયો ચાર્જ

Mayur

Last Updated: 01:29 PM, 11 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુની શેરીઓમાં રાજકીય સમર્થકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. AIADMK નાં પલાનીસ્વામી અને પનિરસેલ્વમ વચ્ચેનો સંઘર્ષ હવે અલગ જ લેવલે પહોંચી ગયો છે.

  • તમિલનાડુના રાજકારણમાં ઉથલપાથલ 
  • પૂર્વ  DyCMને ઓ પનીરસેલ્વમને તેમના જ પક્ષે હાંકી કાઢ્યા
  • પલાનીસ્વામી બન્યા પાર્ટીના વચગાળાના જનરલ સેક્રેટરી

તમિલનાડુના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ઓ પનીરસેલ્વમને સોમવારે પાર્ટીના તમામ હોદ્દા પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા, આ પછી એડપ્પડી પલાનીસ્વામીએ પાર્ટીના વચગાળાના જનરલ સેક્રેટરી તરીકે ચારજ સંભળ્યો છે . 

સમર્થકોને પણ હાંકી કાઢવામાં આવ્યા

વરિષ્ઠ નેતાઓ અને ઓ પનીરસેલ્વમ સમર્થકો-જેસીડી પ્રભાકર, આર વૈથિલિંગમ અને પીએચ મનોજ પાંડિયનને પણ AIADMK માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

હાંકી કાઢવામાં આવ્યા બાદ, પનીરસેલ્વમે વળતો પ્રહાર કરતા કહ્યું કે, તેઓ પલાનીસ્વામીને પાર્ટીમાંથી હટાવી રહ્યા છે. OPS એ જણાવ્યું હતું કે તેઓ કોર્ટમાં જશે કારણ કે તેઓ 1.5 કરોડ પાર્ટી કેડર દ્વારા સંયોજક તરીકે ચૂંટાયા હતા.

ઈ પલાનીસ્વામીને વચગાળાના જનરલ સેક્રેટરી

 AIADMK જનરલ કાઉન્સિલની બેઠકે EPS તરીકે ઓળખાતા ઈ પલાનીસ્વામીને વચગાળાના જનરલ સેક્રેટરી તરીકે જાહેર કર્યા હતા, આમ પાર્ટીના બેવડા નેતૃત્વનું માળખું ખતમ થઈ ગયું હતું. મદ્રાસ હાઈકોર્ટે આ મુદ્દે સ્ટે માંગતી OPSની અરજીને ફગાવી દીધા પછી જનરલ કાઉન્સિલની બેઠક થઈ હતી.

બંને નેતાઓના સમર્થકો વચ્ચે ઘર્ષણ

તો બીજી તરફ તમિલનાડુની શેરીઓમાં, બંને નેતાઓના સમર્થકો વચ્ચે ઘર્ષણના અહેવાલ છે. ઈન્ટરનેટ પર વિડીયોમાં OPS સમર્થકો AIADMK કાર્યાલય પર હુમલો કરતા અને EPS વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. ઓ પનીરસેલ્વમ જૂથના કેટલાક કાર્યકરો નવા જનરલ સેક્રેટરીની તસવીરને ચપ્પલ વડે થપ્પડ મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

2017માં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના વારસાનો દાવો કરવા અને મુખ્યમંત્રી બનવાના સંઘર્ષમાં EPS અને OPS એક શાંત યુદ્ધમાં જ હતા. જયલલિતાના મૃત્યુ પછી થોડા સમય માટે પનિરસેલ્વમે મુખ્યમંત્રી પદ સંભાળ્યા પછી, તેમને પલાનીસ્વામી દ્વારા બદલવામાં આવ્યા હતા અને મે 2021 સુધી તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. જો કે બાદમાં AIADMKને સત્તા ગુમાવવી પડી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

AIADMK Gujarati News e palaniswami o Paneerselvam tamilnadu politics tamilnadu politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ