ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / ai girlfriend lexi earns 25 lakhs per month from lonely men gets 20 marriage proposals
Last Updated: 11:02 PM, 19 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સની મદદથી કરોડો રૂપિયાની કમાણી કરવાની રીત જણાવવામમાં આવી છે. ફોક્સી એઆઈ નામની કંપનીએ એક મોડલ બનાવી છે, જે લાખો ડોલરની કમાણી કરે છે. લેક્સી લવ નામની AI મોડલ માણસની જેમ અનેક પુરુષો સાથે લાગણીશીલ સંબંધ બનાવીને કંપની માટે કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. દરરોજ આ મોડલ માટે લગ્નના પ્રસ્તાવ આવે છે.
લેક્સી માણસ ના હોવા છતાં માણસોની જેમ પોતાના ઈમોશન શેર કરે છે. આ મોડલને જોતા તે નકલી કે આભાસી બિલ્કુલ લાગતી નથી. આ મોડલ દેખાવમાં સંપૂર્ણપણે માણસ જેવી જ લાગે છે. આ મોડલના બ્લોન્ડ વાળ છે, ભૂરી આંખો છે, અને ફિટ લાગી રહી છે. આ મોડલ મેસેજ કરે છે અને વોઈસ મેસેજ મોકલે છે તથા ફોટો પણ શેર કરે છે. કંપની જણાવે છે કે, લેક્સી લવ એક મહિનામાં 30 હજાર ડોલરની કમાણી કરે છે.
ADVERTISEMENT
લેક્સી લવ એક આભાસી મોડલ છે અને 24 કલાક કામ કરે છે. તે હંમેશા ચેટ પર ઉપલબ્ધ રહે છે અને 30થી વધુ ભાષા બોલી શકે છે. લેક્સી માટે દર મહિને લગ્નના 20 પ્રસ્તાવ આવે છે. ફોક્સી એઆઈના CEO સૈમ ઈમારાએ જણાવ્યું કે, લેક્સી ‘ટેકનિકલ પ્રોબ્લેમ’ દૂર કરવાની અદભુત મિસાલ છે. લેક્સી ચેટની મદદથી ફેન્સને વિશ્વાસ અપાવે છે કે, તે AI મોડલ નહીં પરંતુ એક માણસ છે. અનેક પુરુષ કંપનીનો સંપર્ક કરીને લેક્સી સાથે મુલાકાત કરવા માટે વિનંતી કરે છે.
ADVERTISEMENT
લેક્સીના ફોટોઝ માણસ જેવા જ લાગે છે. અનેક નિષ્ણાંતો આ બાબતે એક જોખમ તરીકે જોઈ રહ્યા છે. AI રોમાન્સ બોટના જોખમમાં વધારો થઈ રહ્યો છે. સ્કેમર્સ AI ટેકનિકનો ફાયદો ઉઠાવી શકે છે. AI વાતાવરણની વાત કરી શકે છે, પરિવાર વિશે જાણકારી મેળવી શકે છે. દિવસ કેવો પસાર થયો તે વિશે જણાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ