બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabad's Sola Civil Lift, which is considered as a medical hub, will be closed, when will the system take action?

દર્દ કા રિશ્તા / મેડીકલ હબ ગણાતા અમદાવાદની સોલા સિવિલની લીફટ જ ખાટલે, તંત્ર ક્યારે લેશે પગલા ?

Mehul

Last Updated: 02:35 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 50 ટકા લીફ્ટ બંધ હોવાના કારણે બીમારો, વૃદ્ધો,અશક્તો ને પડી રહી છે પારાવાર મુશકેલીઓ. હોસ્પીટલનું વહીવટી તંત્ર આ બીમારીનો ઈલાજ કરવામાં અક્ષમ

  • સોલા સિવિલ હોસ્પિટલ ની 50 ટકા લીફ્ટ બંધ 
  • ગામની સારવાર કરાવતું તંત્ર ખુદ બીમારીમાં 
  • અશક્તો,વૃદ્ધોને સારવારમાં પારાવાર અસુવિધા 

બેદરકારીનું નામ એટલે અમદાવાદની જાણીતી સોલા સિવિલ હોસ્પિટલ.  આ હોસ્પિટલમાં વારંવાર એક બાદ એક બેદરકારી સામે આવતી હોય છે.. સોલા સિવિલની જો લિફ્ટની વાત કરાવામા્ં આવે તો અહીં 50 ટકા જેટલી લિફ્ટ બંધ હાલતમાં નજરે આવી રહી છે. દર્દીઓએ જયારે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપરના કોઈ માળે જવુ હોય તો લીફ્ટ બંધ હોવાથી ચાલતા જવુ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.

સરકાર કરોડોના ખર્ચે હોસ્પિટલ તૈયાર કર્યા બાદ મેન્ટેઈન કરવા પાછળ ખર્ચ જાણે કે કાગળ પર જ કરતી હોય તેવા દ્વશ્યો સોલા સિવિલમાં નજરે પડી રહ્યા છે.. સોલા સિવિલમાં અત્યારે 5 જેટલી લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી રહી છે.. સોલા સિવિલમાં હમણાં સૌથી ભયંકર બેદરકારી સામે આવી હતી.  બે દિવસ પહેલા સોલા સિવિલમાં 15 જેટલા દર્દીઓ અને સગાઓ લિફ્ટ ખોટવાઈ જતા લિફ્ટમાં ફસાઈ ગયા હતા અને દર્દીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા..અગાઉ પણ લિફ્ટની બેદરકારી આવી ચુકી છે વારંવાર આ પ્રકારની બેદરકારી બાદ પણ તંત્ર ઉંધતું નજરે પડી રહ્યું.

અમદાવાદમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં રોજના 1000થી વધુ દર્દીઓ આ હોસ્પિટલમાં આવતા હોય છે અને આખો દિવસ હોસ્પિટલ ધમધમતી હોય છે તેવી પરિસ્થિતિમાં જે દર્દીઓ ગ્રાઉન્ડ ફ્લોર સિવિયના માળે એડમિટ હોય તેમના સગાએ જ્યારે નીચે આવવુ હોય ત્યારે સીડીનો સહારો લેવા મજબુર થવુ પડે છે અને જો લિફ્ટમાં બેસે તો તે લિફ્ટ કોઈ પણ સમયે ખોટવાશે તેવો ડર રહેતો હોય છે.. હોસ્પિટલની લિફ્ટ મેન્ટેનન્સના નામે સરકાર લાખો રુપિયા ચુકવે છે પરંતુ લિફ્ટની રીયાલીટી જ્યારે  ચેક કરીતો મોટા ભાગની લિફ્ટ ખોટવાયેલી નજરે પડી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ