બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad's Jagannath temple land sold repeatedly, Atul Dave made allegations

આરોપ / અમદાવાદના જગન્નાથ મંદિરની જમીનનું બારોબાર વેચાણ! સામાજિક કાર્યકરે કહ્યું 'મંજૂરી વિના જ વહીવટકર્તાઓએ સોદો પાડી દીધો'

Malay

Last Updated: 02:47 PM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ જગન્નાથ મંદિરની જમીન બારોબાર વેચી દેવાનો મામલો, સામાજિક કાર્યકર અતુલ દવેએ જગન્નાથ મંદિર ટ્રસ્ટ પર સવાલો ઉભા કર્યા

  • 1992માં મનપાએ નરશીદાસ ટ્રસ્ટને ભાડા પટ્ટાથી આપી હતી જમીન
  • જમીન આપવા પાછળનો મૂળ હેતુ ગૌસંવર્ધન અને ખેતીની હતોઃ અતુલ દવે
  • બાદમાં ઉદ્યોગના હેતુસર જમીન એનએ કરાવીઃ અતુલ દવે
  • 'યાસીન ઘાંચી નામના વ્યક્તિને કેટલીક જમીન વેચી દેવાઈ'

Ahmedabad News: અમદાવાદના જાણીતા જગન્નાથજી મંદિરના ટ્રસ્ટ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા 28 હજાર ચોરસવાર જમીન 7 કરોડ જેટલી રકમમાં વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. ગૌસંવર્ધન અને ખેતી માટે ભાડા પટ્ટાથી ટ્રસ્ટને આપવામાં આવેલી જમીનમાંથી કેટલીક જમીન વેચી દેવામાં આવી હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યો છે.

જગન્નાથ મંદિરના હોલમાં જવા પગથિયાં નહીં ચઢવાં પડે | Ahemdabad Jagannath  Temple
જગન્નાથ મંદિર (અમદાવાદ)

કાયમી ભાડા પટ્ટે આપવામાં આવી છે જમીનઃ અતુલ દવે
સમાજિક કાર્યકર અતુલ દવેએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું કે, અમદાવાદના જગન્નાથ મંદિરની જમીનને વહીવટકર્તાઓ દ્વારા બિલ્ડરને વેંચી દેવામાં આવી છે. આ જમીન 1992માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગન્નાથ મંદિર એટલે કે નરશીદાસજી ગૌસેવા ટ્રસ્ટને કાયમી ભાડા પટ્ટે આપવામાં આવેલ હતી. આ જગ્યાનો હેતું ગૌસંવર્ધન અને કૃષિના માધ્યમથી જગન્નાથ મંદિરના નિભાવ માટેનો હતો. જેમ-જેમ અમદાવાદ શહેરનો વિકાસ થતો ગયો, તેમ તેમ અમદાવાદની જમીનોના ભાવ કરોડમાં આંકવામાં આવ્યા. આવા સમયે કદાચ વહીવટદારોને એવું થયું હકે કે આપડે ગૌસંવર્ધન નથી કરવું અને ખેતી નથી કરવી, આપડે જમીન વેચીને રોકડી કરી લઈએ.  એ હેતુથી આ તમામે 1992માં જે જમીન પડી હતી. એ જમીનને 2016માં ઔદ્યોગિક વિકાસના હેતુંથી NA કરાવી, જે બાદ 12/02/2018ના રોજ આ દોઢ લાખ વાર જમીનના 1થી 7 ભાગ પડવામાં આવ્યા હતા. આ જગ્યામાંથી 2018માં 24 હજાર 211 ચોરસમીટર એટલે કે 28,836 વાર જમીન યાસીન ગનીભાઈ ઘાંચીને પધરાવી દેવામાં આવી છે. 

અતુલ દવે (સામાજિક કાર્યકર)

'બધું જ અંદરખાને બંધ બારણે સેટિંગ થયું' 
અતુલ દવેએ કહ્યું છે કે, આશ્ચર્યની વાત એ છે કે આ જમીનના જગન્નાથ મંદિરના વહીવટીકર્તાઓ માલિક નથી, એ જમીનના તેઓ કાયમી ભાડુઆત છે. આ જમીન ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી છે, છતાં પણ આ લોકોને આ જમીનને પેટાભાડે આપી છે. જેમાં ચેરિટી કમિશનર પાસે પણ કોઈ મંજૂરી લેવામાં આવી નથી. બધું જ અંદરખાને બંધ બારણે  સેટિંગ થયું છે. આ જમીન ચેરિટી કમિશનરની મંજૂરી વગર વેચવામાં આવી હોવાથી અમારા દ્વારા ચેરિટીની કમિશનરમાં આ બાબતને પડકારવામાં આવેલી. જે અનુસંધાને 7/1/2020ના રોજ અમદાવાદના ચેરિટી કમિશનરે આ ભાડા કરાર રદ ક્યો છે અને એ પછી આ જમીન પર બાંધકામ માટેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂરી આપી હતી, એ મંજૂરી પણ રદ કરવામાં આવી છે. 

અંદરખાને બહુ મોટી રકમની થઈ હશે લેવડદેવડ: અતુલ દવે
આટલું આટલું થવા છતાં વહીવટીકર્તાઓ પોતાની ભૂલ સુધારવા તૈયાર નથી અને આ જમીન યાસીન ગનીભાઈ ઘાંચી પાસેથી પરત લેવા તૈયાર નથી. આ જમીનમાં કૌભાંડની વાત એટલા માટે લાગે છે કે જમીન એનએ થયેલી છે, જમીન ફાઈનલ પ્લોટ છે. જે જગ્યાએ આ જમીન આવેલી છે, તે જગ્યાએ હાલ 25થી 30 હજાર રૂપિયા વારનો ભાવ ચાલે છે. પરંતુ આ વહીવટીકર્તાઓએ 28,836 વાર જમીન ફ્કતને ફક્ત 7 કરોડ 75 લાખ રૂપિયામાં આપી દીધી છે. એ હિસાબે જો આપણે ગણીએ તો એકવારનો 2856 રૂપિયા ભાવ થાય. 2856 રૂપિયામાં અમદાવાદના ગામડાઓમાં પણ એકવાર જમીન મળતી નથી. એટલે અંદરખાને પણ આમાં બહુ મોટી રકમની લેવડદેવડ થઈ હોય એવું લાગી રહ્યું છે તેવું અતુલ દવે દ્વારા જણાવવામાં આવ્યું છે.  

'...ચોક્કસ તેમાં કૌભાંડ થયું કહી શકાય'
આ મામલે તેમણે કહ્યું કે, અનેક સંતો દ્વારા જગન્નાથ મંદિરને આ બાબતે સૂચિત કરવામા આવ્યું કે તેમે આ સોદો રદ કરી દો, છતાં કોઈ અગમ્ય કારણોસર મંદિરના વહીવટીકર્તાઓ આ સોદો રદ કરવા તૈયાર નથી. જ્યારે 25થી 30 હજાર રૂપિયા વાર જમીન 2856 રૂપિયા વાર લેખે આપી દેવામાં આવે ત્યારે ચોક્કસ તેમાં કૌભાંડ થયું કહી શકાય. ભાડા કરાર ઓટોમેટિક રીન્યુ થાય તેવો કરાર કર્યો છે. આવી ક્યાંય જોગવાઈ જ નથી. કોઈપણ જમીન હોય ભાડા કરારની મુદત પૂરી થાય ત્યારે નવો ભાડા કરાર કરવો પડે છે. આ લોકોએ ખાલી કહેવા પૂરતો ભાડા કર્યો છે, બાકી જમીન તો વેચી જ દેવામાં આવી છે. ભાડા કરારમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે જમીન આપનાર ક્યારેય જમીન પાછી નહીં માંગે અને લેનાર જ્યાં સુધી સુરજ ચંદ્ર રહેશે ત્યાં સુધી પોતાની પાસે જમીન રાખશે. 

આગામી દિવસોમાં કરવામાં આવશે ઉગ્ર આંદોલન
વધુમાં સમાજિક કાર્યકર અતુલ દવેએ કહ્યું કે, મેં આ પહેલા પણ 2/3 વાર મુખ્યમંત્રીને પત્ર લખીને એવી માગણી કરી હતી કે જે લોકોએ હિન્દુ સમાજનો દ્રૌહ કર્યો છે, તેમને જગન્નાથજીની રથયાત્રામાં પણ સામેલ ન કરવા જોઈએ. જો આ લોકો જમીન પાછી નહીં લે તો અમે આ પત્રની એક લાખ નકલો છપાવી, અલગ-અલગ સંગઠનો સાથે મળી, સામાજિક સંસ્થાઓ સાથે મળી એકલાખ સહીઓ સાથે આ પત્રો જગન્નાથ મંદિરના વહીવટીકર્તાઓને મોકલીશું. આગામી સમયમાં જો વહીવટીકર્તાઓ જમીન પાછી નહીં લે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ