બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad, the crime branch arrested 3 more drug peddlers

સિન્ડિકેટ ખૂલી / અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલા 3 રીઢા ગુનેગારોએ પોલીસે સમક્ષ કર્યા મોટા ખુલાસા

Vishnu

Last Updated: 11:41 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ પકડાયેલ પાટીદાર બધુંઓની પૂછપરછ દરમ્યાન થયો નેટવર્કનો પર્દાફાશ,  MD ડ્રગ્સનો જથ્થો ખરીદી છૂટક વેંચતા હોવાની કબૂલાત

  • અમદાવાદમાં ડ્રગ્સ પેડલર પર તવાઈ
  • ક્રાઈમ બ્રાંચે વધુ 3 પેડલરો ઝડપ્યા
  • ડ્રગ્સ ડીલર ભાઈઓની તપાસમાં નેટવર્કનો પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાંજ એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપેલા બે પેડલરોની પૂછપરછ દરમ્યાન વધુ ખુલાસા થયા અને અમદાવાદના જ ત્રણ પેડલરોની ધરપકડ કરવામાં આવી. પકડાયેલ આરોપી પેડલરો ફારૂક વોરા, મારુક અબદાસ અને સલમાન અબદાલ અગાઉ પકડાયેલા પાટીદાર બંધુઓ પાસેથી MD ડ્રગ્સનો જથ્થો ખરીદી છૂટક વેચતા હોવાની કબૂલાત પોલીસ તપાસમાં સામે આવી છે.

આરોપીઓની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ
પોલીસ ગિરફતમાં ઉભેલા આ ત્રણેય આરોપીઓ આમ તો રીઢા ગુનેગાર જ છે. પણ આ વખતે ડ્રગ્સની હેરાફેરી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફારૂક વોરા, મારુક અબદાસ તથા સલમાન અબદાલની ધરપકડ કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે રૂ 42 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપી ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર નામના ભાઈઓની ધરપકડ કરેલી. જે બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું કે અમદાવાદમાં હજી પણ પેડલરો છૂટક MD ડ્રગનું વેચાણ કરી રહ્યા છે.અને હાલમાં જ પકડાયેલ આ ત્રણેય પેડલરો બન્ને ભાઈઓના સંપર્કમાં હતા.

ડ્રગ્સ સિન્ડિકેટમાં કેટલી માછલીઓ છે
હાલ તો પકડાયેલા ત્રણેય આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ત્રણેય આરોપીને પ્રાથમિક તપાસ દરમિયાન તેમનો ગુનાઇત ઇતિહાસ પણ સામે આવે છે અમદાવાદના કંઈક એવા પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગંભીર ગુનાઓ આરોપીઓ વિરુદ્ધ નોંધાવી ચૂકેલા છે. જોકે આ ડ્રગ્સ સિન્ડિકેટમાં હજી પણ કેટલાક પેડલરો અમદાવાદ માં જ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાનું સામે આવતા પોલીસે તેમની વધુ પુછપરછ કરી રહી છે. મહત્વનું છે કે આગામી પૂછપરછમાં અમદાવાદના બીજા અન્ય કેટલાક ડ્રગ્સ સાથેના સંપર્ક આરોપીઓના સામે આવી શકે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ