બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Sheelaj Terrible fire, 20 fire trucks brought help
Dinesh
Last Updated: 04:34 PM, 21 April 2024
રાજ્યમાં આગ લાગવાની આજે બે ઘટના સામે આવી છે. અત્રે જણાવીએ કે, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે ત્યારે આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવી રહ્યું છે. આજે અમદાવાદના શીલજમાં અને અમરેલીમાં આગની ઘટના બની છે.
ADVERTISEMENT
અમદાવાદના શીલજમાં આગની ઘટના
અમદાવાદના શીલજમાં આગ લાગવાની ઘટના બની છે. મનન માર્કેટિંગમાં બેગના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. જે આગ કાબૂમાં લાવવા ફાયર વિભાગની 20 ગાડીની મદદ લેવાઈ હતી. તેમજ JCBની મદદથી ગોડાઉનના પતરા તોડયા હતા. જે પતરા તોડતા ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળતા લોકોમાં ભયનો મહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ગોડાઉનમાં રહેલો સંપૂર્ણ માલ બળીને ખાખ થયો હતો. સદ્દનસીબે રવિવાર હોવાથી જાનહાની ટળી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
આંબરડીના જંગલ વિસ્તારમાં લાગી આગ
તો બીજી તરફ અમરેલી જિલ્લાના આંબરડીના જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. ધારીના આંબરડી રેવન્યુ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા અફરા તફરી મચી હતી. પાણીનો છંટકાવ કરી ખેડૂતોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગનુ વિકરાળ સ્વરૂપ થતાં ખેડૂતોએ તંત્રને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આંબરડીના મોદળ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.