બ્રેકિંગ ન્યુઝ

logo
logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

VTV / ગુજરાત / સુરત / In Gujarat Congress will contest elections on 23 seats out of 26

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં કોંગ્રેસ 26માંથી 23 બેઠક પર જ લડશે ચૂંટણી, 1 સીટ પર ફોર્મ રદ થયું તો બે સીટ AAP ને ફાળે

Vishal Khamar

Last Updated: 06:02 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે સુરતમાં લાંબા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા હવે ગુજરાતમાં કોંગ્રેસ 23 બેઠક ઉપર ચૂંટણી લડશે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય એવી પ્રબળ શક્યતાઓ છે.

ગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠક ઉપર જ ચૂંટણી લડશે. સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. ગુજરાતમાં બે બેઠક કોંગ્રેસે ગઠબંધનનાં ઉમેદવારને આપી છે. હવે 26 માંથી કોંગ્રેસ 23 બેઠક ઉપર જ ચૂંટણી લડશે. ભાજપ સામે હવે કોઈ મજબૂત ઉમેદવાર રહ્યો નથી. સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતા છે.
 

આરોપ પ્રતિઆરોપ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો થયા ગાયબ 
સુરત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ થયું હતું. ભાજપની ફરિયાદ બાદ શરૂ થયેલી રાજકીય હૂંસ તૂંસીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. નિલેશ કુંભાણીનાં ફોર્મમાં ટેકેદારો બોગસ હોવાની ફરિયાદ બાદ 24 કલાક રાજકીય ડ્રામા ચાલ્યો હતો. આરોપ પ્રતિઆરોપ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારનાં ટેકેદારો ગાયબ થયા હતા. 24 કલાક ચાલેલા રાજકીય ડ્રામા બાદ ટેકેદારો હાજર ન થતા કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. 

અંતે ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું
18 એપ્રિલે નિલેશ કુંભાણીએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ હતી. ભાજપનાં ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો લીધો હતો. ભાજપનાં ચૂંટણી એજન્ટનાં વાંધા સામે ચૂંટણી અધિકારીએ સુનાવણી કરી હતી. કલેક્ટરની સામે નિલેશ કુંભાણીનાં ટેકેદારોએ સોગંદનામું પણ કર્યું હતું. નિલેશ કુંભાણીએ ટેકેદારોને હાજર કરવા સમય માંગ્યો હતો. આજે સવારથી નિલેશ કુંભાણીનાં ટેકેદરોનો સંપર્ક કરવાનો પ્રયાસ થતો હતો. નિલેશ કુંભાણીનાં ટેકેદારો નિયત સમય મર્યાદામાં હાજર ન થયા. 

શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
સુરતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. સુરતના કોંગ્રેસ ઉમેદવારનુ ફોર્મ રદ થતાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે નિયમાનુસાર ચૂંટણી થાય તો ભાજપ હારી જાય એમ છે એટલે ભાજપ ટેકેદારોને ગુમ કરાવવાનો હથકંડો અજમાવી રહ્યો છે. ફોર્મ રદ એમનેમ ન થાય ટેકેદારની સહી ન હોય તો જ ફોર્મ રદ થાય એટલે અમારી આ માંગ છે કે ટેકેદારોની ઉલટતપાસ થાય અને ન્યાય મળે.

વધુ વાંચોઃ સુરેન્દ્રનગર: 20 વર્ષથી પીવાના પાણીની સમસ્યા યથાવત, હવે આવ્યો ઘર છોડવાનો વારો, જુઓ વીડિયો

અન્ય 7 ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો સુરત બેઠક બનશે બિનહરીફ
સુરતમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ હવે બેઠક બિનહરીફ બનવાની શક્યતા છે. સુરત લોકસભા બેઠક ભાજપ માટે બિનહરીફ થવાની શક્યતાઓ પ્રબળ છે. કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા હવે સુરત બેઠક પર ભાજપ સહિત 8 ઉમેદવારો છે. સુરત બેઠક પર 1 BSP, 3 અપક્ષ અને 3 સ્થાનીય પાર્ટીઓનાં ઉમેદવારોનાં ફોર્મ જમા થયા છે. ભાજપ સિવાયનાં અન્ય ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેચે તેવો સૂત્રનો દાવો કર્યો છે. અન્ય 7 ઉમેદવારો ફોર્મ પરત ખેચે તો સુરત બેઠક બિનહરિફ બનશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Surat Lok Sabha seat congress gujarat ગુજરાત નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ