બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Surendranagar: drinking water problem persisting for 20 years now it time to leave home

હિજરત / સુરેન્દ્રનગર: 20 વર્ષથી પીવાના પાણીની સમસ્યા યથાવત, હવે આવ્યો ઘર છોડવાનો વારો, જુઓ વીડિયો

Last Updated: 03:22 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જળ જીવન છે. પરંતુ આજે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સ્થિતિ કપરી છે. નળથી જળની વાત તો દૂર પાણી જ ન હોવાથી લોકો પરિવાર અને પશુઓ સાથે ઘરબાર છોડી પલાયન કરવા મજબૂર બન્યા છે. ત્યારે કયા ગામડાઓમાં પાણીને લઈને કપરી સ્થિતિ છે.

વાતો મોટી-મોટી પરિસ્થિતિ કાંઈક અલગ છે. લોકો પાણી માટે ઘરબાર છોડવા મજબૂર બન્યા છે. આવી જ સ્થિતિ ચોટીલાના જશાપર, મોરસલ, નાનીયાણી, કાધાસર, સાંગણી, સાલખડા અને આણદપુર સહિતના ગામડાઓની છે. જ્યાં ઉનાળાની શરૂઆત જ સાથે પાણી માટે ફાંફા છે. જસાપર અને નાની મોરસલ ગામમાં તો લોકો પોતાના ઘરોને ખંભાતી તાળા મારીને પલાયન કરી ચૂક્યા છે. તો ગણ્યા-ગાઠ્યા લોકો બચ્યા છે. તેઓ પણ પલાયન કરવાની તૈયારીમાં છે. કારણ કે, એક બેડા પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે. તેવામાં પશુઓ માટે પાણી ક્યાંથી કાઢવું. 

ચોટીલાના 10થી વધુ ગામોમાં મુશ્કેલી 
સૌથી મહત્વની વાત તો એ છે કે, લખતર ખાતે એશિયાનું સૌથી મોટું પંપિંગ સ્ટેશન આવેલું છે અને ત્યાંથી કચ્છમાં તેમજ વલભીપુર ભાવનગરમાં પાણી પહોંચાડવામાં આવે છે.  પરંતુ  કૂવા કાંઠે જ તરસ્યા હોય તેવો ઘાટ ચોટીલા તાલુકામાં જોવા મળી રહ્યો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, મોરસલ ડેમ ભરવાની વાતો તો છેલ્લા 15 વર્ષથી થાય છે. પરંતુ આજદીન સુધી ડેમમાં પાણીની ટીપું પણ નથી આવ્યું. અને આજે ડેમ તળિયા જાટક છે. વધુ એકટલાક લોકોને સાંભળી સાચી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. 

વધુ વાંચોઃ ભાવનગર: અલંગનો શિપબ્રેકિંગ ઉદ્યોગ ભાંગી પડ્યો, મંદીના કારણે બેરોજગારીનું પ્રમાણ વધ્યું

પશુપાલકો કરી ચૂક્યા છે હિજરત 
નેતાઓ ચૂંટણી ટાણે આવે છે. વાયદા કરે છે. પરંતુ પાણી આજ સુધી નથી આવ્યું નથી. આવી જ સ્થિતિ ચોટીલાના 10 થી 12 ગામડાઓની છે. ત્યારે જોવાનું એ રહેશે કે નળથી જળના સપના બતાવતી સરકારનું આ ગામડાઓ પર ક્યારે ધ્યાન પડશે અને ક્યારે ફરી આ ગામડા ધમધમતા થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar district chotila farmers in trouble ખેડૂતો મુશ્કેલીમાં ચોટીલા પશુપાલકો સુરેન્દ્રનગર જીલ્લો surendranagar
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ