બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad RTO decision to address the shortage of licenses, Digital license will be considered valid in Ahmedabad

હેરાની / ટ્રાફિક પોલીસ લાયસન્સને લઈ કનળગત નહીં કરે, અમદાવાદ RTOએ જુઓ શું લીધો મોટો નિર્ણય

Vishnu

Last Updated: 05:08 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આજે પણ 14 હજાર લાયસન્સ પેન્ડિંગ છે.  સ્માર્ટકાર્ડમાં ઉપયોગ થતી ચિપના અભાવમાં કારણે આ ઈશ્યૂ ઊભો થયો છે.

  • અમદાવાદમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણાશે 
  • સ્માર્ટકાર્ડના અભાવે માન્ય ગણાશે
  • લાયસન્સની તંગી નિવારવા RTOનો નિર્ણય 

અમદાવાદમાં લાયસન્સની તંગી નિવારવા RTOએ મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી અમદાવાદમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. સમાર્ટકાર્ડના અભાવમાં ડિજિટલ લાયસન્સ માન્ય ગણવામાં આવશે. વાહન ચાલક મોબાઈલમાં અથવા ડીજી લોકરમાં રાખેલું લાયસન્સ ટ્રાફિક પોલીસને બતાવી શકશે અને ટ્રાફિક પોલીસકર્મીએ પણ આ લાયસન્સ માન્ય ગણવું પડશે. અમદાવાદમાં આજે પણ સ્માર્ટકાર્ડમાં ઉપયોગ થતી ચિપના અભાવના કારણે 14 હજાર લાયસન્સ પેન્ડિંગ છે. જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઋતુરાજ દેસાઈ, RTO, સુભાષબ્રિજ, RTO કચેરીનું શું કહેવું છે?
અત્યારે RTO પાસે સ્માર્ટકાર્ડની પેનડેન્સી 13થી 14 હજારની આસપાસ છે. હાલ ચીપના ઈસ્યુ જે ચાલે છે તેના કારણે થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે. નાગરિકોને વિનંતી કરતાં અધિકારીએ કહ્યું કે જેમ  જનતા ઑનલાઇન પેમેન્ટનો ઉપયોગ કરી રહી છે તેમ જ લાયસન્સ પણ mParivahan વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. અને ડીજી લોકરમાં પણ ડાઉનલોડ કરી શકાય છે તે પણ માન્ય  છે. સ્માર્ટ ચીપના ઈસ્યુ છે તેના કરાણે આ બધુ થયું છે. ડીજી લૉકરમાં જે લાયસન્સ ઈશ્યૂ છે તે ફિઝિકલ જેટલું માન્ય ગણાય છે. તેમાં કોઈ બાંધછોડ થશે નહીં. ગમે તે અધિકારીએ તેને યોગ્ય રાખવું પડશે કારણે કે સરકારનો પણ આ બાબતે સર્ક્યુલર થઈ ચૂક્યો છે. 

વાહન ચાલકો હવે હેરાન નહીં થાય
અમદાવાદ RTOના આ નિર્ણયથી વાહન ચાલકોને મોટો ફાયદો થશે. ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને પણ ફરીથી આ બાબતે જાણ કરી દેવામાં આવી છે. જેથી હવે કોઈ ચાર રસ્તા પર વાહન પકડે અને જો લાયસન્સ ઈશ્યૂ ન થયું હોય કે ઘરે ભૂલી ગયા હોય તો ડીજી લૉકરનો ઉપયોગ કરી તમે પુરાવા બતાવી શકો છો જેને પોલીસે કે જ્યાં જરૂર પડે ત્યાં અધિકારીઓએ માન્ય રાખવા જરૂરી છે.

આ રીતે ડિજિટસ લોકરમાં ખોલાવો એકાઉન્ટ
ડિજિટલ લોકર પર એકાઉન્ટ ખોલાવવા માટે સૌથી પહેલાં તમારે digilocker.gov.in અથવા digitallocker.gov.in પર જવું પડશે. ત્યારબાદ રાઈટ સાઈટ પર સાઇન અપ પર ક્લિક કરો. આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં તમારો મોબાઇલ નંબર એન્ટર કરવો પડશે. ડિજિલોકર તમારા મોબાઇલ નંબર પર એક OTP મોકલશે, જે તમારે નાખવું પડશે. ત્યારબાદ યુઝર નામ અને પાસવર્ડ સેટ કરો. પછી તમે ડિજિલોકરનો ઉપયોગ કરી શકો છો.

આ રીતે ડોક્યૂમેન્ટ સેવ કરો
ડિજિલોકરમાં તમારા દસ્તાવેજને સેવ કરવા માટે તમારે દસ્તાવેજોને સ્કેન કરવા પડશે. તેના માટે તમે તમારા દસ્તાવેજોની તસવીર ક્લિક કરી શકો છો અને પછી તેને ડિજિલોકરમાં સેવ કરી શકો છો. ડિજિલોકરમાં તમે તમારી 10મા, 12મા, ગ્રેજ્યુએશનનની માર્કશીટ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના ઘણાં દસ્તાવેજો સેવ કરી શકો છો. તમને જણાવી દઈએ કે યુઝર લોકરમાં 50 એમબીના જ દસ્તાવેજો અપલોડ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ