બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ વિમાન દુર્ઘટના: એરપોર્ટની આસપાસની નડતરરૂપ બિલ્ડિંગનો કરાશે સર્વે
Dinesh Chaudhary
Last Updated: 05:53 PM, 19 June 2025
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને તંત્ર હવે વિવિધ બાબતોને લઈ કાર્યવાહી હાથ ધરશે. જે અનુસંધાને અમદાવાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં સર્વે હાથ ધરાશે. એરપોર્ટની આસપાસની નડતરરૂપ બિલ્ડિંગનો સર્વે કરાશે. જેમાં મહાપાલિકા, ટ્રાફિક પોલીસ સાથે સિવિલ એવિએશન પણ જોડાશે
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે 60 દિવસનું આપ્યું અલ્ટિમેટમ
કેન્દ્ર સરકારે 60 દિવસની મર્યાદામાં કાર્ય કરવા એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે, નડતરરૂપ બિલ્ડિંગ્સનો સર્વે કરવું. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, હવામાન વિભાગની 'અતિભારે' વરસાદની આગાહી
ADVERTISEMENT
પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસે જોર પકડ્યુ
તો બીજી તરફ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસે જોર પકડ્યુ છે, ત્યારે આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પણ દુર્ઘટનાના કારણની તપાસ અર્થે આવી અમદાવાદ આવી હતી. યુએસ અને યુકેથી એજન્સીઓ તપાસ માટે ભારત આવી હતી. જેમાં DGCA સહિત AAIB, NTSB, FAA, ICAO જેવી ઉચ્ચ સ્તરીય તપાસ એજન્સીઓનો સમાવેશ થાય છે. તમામ એજન્સી તપાસના અલગ અલગ પાસાંઓ પર કામ કરવા લાગી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.