બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Municipal Commissioner took a big decision to dispose of kitchen waste

કવાયત / પશ્ચિમ અમદાવાદમાં હવે રોડ-ગલી પર એઠવાડ નજરે નહીં પડે, મિશન કિચન વેસ્ટનો પ્લાન તૈયાર, મોર્નિંગ વોકમાં નહીં પડે કોઈ તકલીફ

Malay

Last Updated: 04:03 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એઠવાડનો પ્રશ્ન હલ કરવા AMCએ આરંભી કવાયત, ખાણી-પીણી બજારો, મોલ જેવા એકમો પાસેથી કિચન વેસ્ટ એકઠો કરી પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે ઠાલવવાનો કોન્ટ્રાક્ટ અપાશે.

 

  • આડેધડ ફેંકાતા કચરાના કારણે શહેરીજનો મુશ્કેલીમાં
  • મ્યુનિ.કમિશનરે કિચન વેસ્ટના નિકાલ માટે લીધો મોટો નિર્ણય 
  • કચરાનો નિકાલ કરવાની કામગીરી માટે ઈ-ટેન્ડર બહાર પડાયું

અમદાવાદના શહેરીજનોને રોડ પર આડેધડ ફેંકાતા કચરાના કારણે મુશ્કેલીમાં મુકાવું પડે છે. ખાસ કરીને ખાણી-પીણીનાં બજારો તેમજ ખાણી-પીણીના વિવિધ એકમો મોડી રાતે તેમનો વધેલો એઠવાડ રોડ પણ બિનધાસ્તપણે ફેંકતા હોય છે, જેના કારણે મોર્નિંગ વોકમાં નીકળેલા અનેક નાગરિકોની સવાર બગડે છે. એઠવાડ ફેંકવાના કારણે રખડતાં ઢોર ઉપરાંત એઠવાડ ખાતાં કૂતરાં, ડુક્કર વગેરેનાં વરવાં દૃશ્યો સવારથી નાગરિકોને જોવા પડે છે. લોકોના પગની અડફેટે ચઢતા એઠવાડનો પ્રશ્ન હલ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશને કવાયત આરંભી છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં આ સમસ્યાનું ઝટ નિરાકરણ આવે તેવું લાગી રહ્યું છે. 

VTV Gujarati News and Beyond on Twitter: "અમદાવાદ: સોસાયટી બહાર કચરો હશે તો  રૂ.10 હજાર સુધીનો દંડ થશે, AMCએ 30-30 સભ્યોની 100 ટીમ બનાવી, પ્રતિબંધિત  પ્લાસ્ટિક થેલી ...
ફાઈલ ફોટો

દરરોજ વિવિધ વિસ્તારોમાં હાથ ધરાય છે ચેકિંગ
રોડ પર કેટલાંક નઠારા તત્ત્વો ઘરનો કચરો ફેંકતાં હોય છે. અમુક જગ્યાએ વિવિધ કન્સ્ટ્રક્શનના ડેબ્રિજનો ઢગલો જોવા મળે છે. રોડ પરના કચરામાં હોટલ અને રેસ્ટોરાં, મોલ, હોલ, ખાણી-પીણીનાં બજારો, કેન્ટીન, લગ્ન પ્રસંગના મંડપ જેવા એકમોના કિચન વેસ્ટ એટલે કે ખાદ્યપદાર્થોનો કચરો પણ ઉમેરાય છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન દ્વારા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશને ગંભીરતાથી લેવાઈ છે. લોકો પોતાના ઘરેલુ કચરાને સૂકો અને ભીનો એમ અલગ પાડીને ડસ્ટબિનમાં એકત્રિત કરે અને તંત્રની કચરાગાડીને આપે તે માટે સમયાંતરે ખાસ વિવિધ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો તંત્ર દ્વારા ચલાવાય છે. આ માટે નાગરિકોને 10 લિટર ક્ષમતાનાં ભૂરા અને લીલા રંગનાં ડસ્ટબિન પણ વિનામૂલ્યે અપાઈ રહ્યાં છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક રોડ પર નજરે ન પડે તે માટે પણ કમિશનર થેન્નારસનના આદેશથી તંત્ર રોજેરોજ આ મામલે વિવિધ બજારોમાં ચેકિંગ હાથ ધરી કસૂરવાર ધંધાર્થીઓને દંડે છે.

કિચન વેસ્ટના મામલે પણ હવે તંત્ર ખૂબ ગંભીર બન્યું 
જોકે, કિચન વેસ્ટના મામલે પણ હવે તંત્ર ખૂબ ગંભીર બન્યું છે. અગાઉ પણ કમિશનરે સંબંધિત વિભાગને કિચન વેસ્ટના અસરકારક નિકાલ માટે જે તે હોટલ-રેસ્ટોરાં વગેરેની યાદી બનાવીને તે તમામને કિચન વેસ્ટના કોન્ટ્રાક્ટ હેઠળ આવરી લેવાની તાકીદ કરી હતી. અનેકવાર ઘણી હોટલ-રેસ્ટોરાં અને અન્ય ખાણી-પીણીના એકમોના લેભાગુ સંચાલકો કિચન વેસ્ટના કોન્ટ્રાક્ટથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા છે.

સફાઈ કામદારોની હડતાળને પગલે અમદાવાદમાં કચરાના ઢગલા, જાણો શું છે સમગ્ર  મામલો? | safai kamdar strike in Ahmedabad 4th day
ફાઈલ ફોટો

AMC દ્વારા બહાર પડાયું ઈ-ટેન્ડર
ખાદ્યપદાર્થોના કચરાના મામલે પશ્ચિમ અમદાવાદની વાત કરીએ તો આ વિસ્તારમાં આવેલા ત્રણ ઝોન એટલે કે પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા હોટલ-રેસ્ટોરાં, ખાણી-પીણીનાં બજારો, વાડી- હોલ, મોલ જેવા એકમોમાં ઉત્પન્ન થતા કિચન વેસ્ટને સ્થળ ઉપરથી જ અલગ અલગ એકત્ર કરી પોતાના બંધ બોડીના વાહન દ્વારા તેના પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે નિકાલ કરવાની કામગીરી માટે ઈ-ટેન્ડર બહાર પડાયું છે. તંત્ર દ્વારા બહાર પડાયેલા આ ટેન્ડરની સમયમર્યાદા સાત વર્ષની છે અને તે હેઠળ કોન્ટ્રાક્ટરે સાત વર્ષ માટે પોતાના વાહન, સાધન સહિત મેનપાવર પૂરો પાડવાનો રહેશે.

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 611 એકમ 
પશ્ચિમ અમદાવાદના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોન પૈકી પશ્ચિમ ઝોનમાં હોટલ-રેસ્ટોરાં, ખાણી-પીણીનાં બજારો વગેરે મળીને સૌથી વધુ એટલે કે કુલ 611 એકમો આવેલા છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવા કુલ 598 એકમો તંત્રના ચોપડે નોંધાયા છે. આ બે ઝોન ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 349 એકમનો કિચન વેસ્ટ આ કોન્ટ્રાક્ટ હેઠળ આવરી લેવામાં આવશે.  

પિરાણા સાઈટના કચરાના નિકાલ માટે વધુ ટ્રોમેલ મશીન કામે લગાડાશે | For  disposal of waste at Ahmedabad Pirana site More tromel machines will be  employed
ફાઈલ ફોટો

 
કોન્ટ્રાક્ટરને દર વર્ષે પાંચ ટકાનો ભાવવધારો અપાશે 
તંત્ર દ્વારા બહાર પડાયેલા ઈ-ટેન્ડરની સમયમર્યાદા સાત વર્ષની હોવાથી તેમાં ટેન્ડરરે ભરેલા ભાવ સાત વર્ષ માટે ફિક્સ રહેશે, જોકે તેમાં દર વર્ષે પાંચ ટકા ભાવવધારો જે તે વર્ષના અમલી ભાવમાં આપવામાં આવશે. કામગીરી સંતોષજનક નિવડશે તો કોન્ટ્રાક્ટને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાશે.     


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ