બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં અંગારા ઝર્યા! ગુજરાતના 11 શહેરોમાં ગરમીનો કાળો કહેર, આગાહી પરસેવો છોડાવે તેવી

હીટવેવની આગાહી / અમદાવાદમાં અંગારા ઝર્યા! ગુજરાતના 11 શહેરોમાં ગરમીનો કાળો કહેર, આગાહી પરસેવો છોડાવે તેવી

Last Updated: 08:17 AM, 23 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કાળઝાળ ગરમીથી હજુ રાહત નથી મળી, ત્યારે ધોમધગતા તાપથી અમદાવાદ શેકાયું છે. બુધવારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

અમદાવાદ: હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ આગાહી કરી છે. ત્યારે હજુ આગામી બે દિવસ સુધી લોકોને ગરમીનો માર સહન કરવો પડી શકે છે. હજુ આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 25 મે સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. બુધવારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું છે.

IMD Ahmedabad 3

રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

અગાઉ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભાવનગર, સુરત, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની આગાહી કરી હતી. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. સાથે જ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી ગયો છે. જણાવી દઈએ કે બુધવારે 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત, મંગળવારે પણ રાજ્યના છ શહેરોના તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયા હતા.

IMD Ahmedabad 4

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ 2 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી હતી. અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મહેસાણ, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું.

IMD Ahmedabad 5

વધુ વાંચો: શ્રમિકોના હિતમાં મોટો નિર્ણય, ગુજરાતમાં આ સમયે બાંધકામ બંધ રાખવા આદેશ

અમદાવાદ ડીઈઓએ લીધો મહત્ત્વનો નિર્ણય

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગ ઓકતી ગરમીના કારણે લૂ લાગવાના સહિતના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ગરમી અને હવામાનની આગાહીને ધ્યાને લઈને અમદાવાદ DEOએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે, તેમણે જિલ્લાની શાળાઓમાં કામગીરી સવારે 7થી 10 સુધી રાખવાનું જણાવ્યું છે. આ નિર્ણય શાળાઓના આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad IMD Heatwave Alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ