બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મોટી કાર્યવાહી, RMCના વધુ બે અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

રાજકોટ / TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મોટી કાર્યવાહી, RMCના વધુ બે અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

Last Updated: 11:12 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: અગ્નિકાંડ બાદ રાજકોટ TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા બાબતે મહાપાલિકાના વધુ બે અધિકારીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં તપાસ અને કાર્યવાહી ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે મહાપાલિકાના વધુ બે અધિકારીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ATPO રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે

rajkot

TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવ્યું

અગ્નિકાંડ બાદ TP શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા બંન્ને ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, SITની ટીમ પુરાવાઓ એકત્ર કરીને તપાસ કરી રહી છે.

WhatsApp Image 2024-06-13 at 6.49.27 PM

મુખ્યમંત્રી દૂર્ઘટના અંગે શુ કહ્યું હતુ ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિકાસની પાછળ આપણે દોટ મુકીએ પણ જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પણ એટલુંજ જરૂરી છે... તેમણે કહ્યું કે રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે.. સાથે જ તેમણે કહ્યું કે ગેરકાયદેસર કામને આપણે શરૂઆતના તબક્કામાં જ અટકાવી દેવાનું છે.

વાંચવા જેવું: ગુજરાતના 27 તાલુકામાં વરસાદી રમઝટ, ભાવનગરના ગારીયાધારમાં સૌથી વધારે 2 ઈંચ ખાબક્યો

હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી

રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટના અવલોકન અને સવાલ જવાબદારો સામે જાગતા જ ઉંઘતા હોવાનો ડોળ કરવાનો સ્પષ્ટ ઈશારો કરાયો છે. ગુજરાત હાઈકોર્ટના તમામ વેધક સવાલ અને અવલોકનો પાછળનો ભાવાર્થ એટલો જ હતો કે અહીં દુર્ઘટનાઓ બનતી રહે છે અને એટલા જ જોશથી જવાબદારોને છાવરવાનો પ્રયાસ થાય છે. રાજકોટના TRP ગેમઝોનની દુર્ઘટના અંગે તો હાઈકોર્ટે SITને ખાતાકીય તપાસ કરવા માટે પણ ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું. જો કે દુખ સાથે એ ચોક્કસ કહેવું પડે કે અગાઉની જે કોઈ પણ દુર્ઘટનાઓ બની ત્યારે હાઈકોર્ટે સરકાર અને સ્થાનિક સત્તાધીશોના કાન આમળ્યા જ છે પરંતુ દરેક ઝાટકણી વખતે જવાબદારો પણ નિંભરતાની હદ વટાવતા જાય છે. હવે SITને જ્યારે ખુદ ગુજરાત હાઈકોર્ટ ખાતાકીય તપાસ કરવા કહી રહી છે ત્યારે તેના આદેશની અસર થશે કે પછી હંમેશની જેમ અધિકારીઓ કે મોટા માથાઓ બચી જશે

સંકળાયેલા મુદ્દાઓ

Gamezone fire case TRP Gamezone fire case Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ