ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad giving lift Rape

અમદાવાદ / લિફ્ટ આપવાને બહાને વિકલાંગ યુવકે મૂક બધીર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

Published By: Vishal

Last Updated: 03:44 PM, 4 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક મૂક બધીર યુવતી પર તેજ વિસ્તારમાં રહેતા એક વિકંલાગ યુવકે લિફ્ટ આપવાને બહાને રામોલ રિંગરોડ પર દુષ્કર્મ આચરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. માતા પિતા વગર પોતાની દાદી સાથે રહેતી મૂક બધીર યુવતી પોતાના ઘરેથી નીકળીને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પર પહોંચી ગઇ હતી જ્યાં તેને આ યુવકે લિફ્ટ આપી હતી.

ADVERTISEMENT

અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૭૦ વર્ષિય મહિલાએ મંગેશ ભારદ્વાજ (રહે શ્રીનાથનગર, અમરાઇવાડી) નામના વિકલાંગ યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મહિલાની સાથે તેની ૨૩ વર્ષિય મૂક બધીર પૌત્રી રહે છે. તારીખ ૨ સપ્ટેબરના રોજ મહિલા કામ પર ગઇ હતી ત્યારે યુવતી એકાએક તેના ઘરેથી ગાયબ થઇ ગઇ હતી. મહિલા ઘરે આવી ત્યારે યુવતી નહીં મળતાં પડોશમાં રહેતા તેના પુત્ર અને પુત્રવધૂને પૂછ્યું હતું. ત્રણેય જણાએ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ મંગેશ ભારદ્વાજ નામનો યુવક સાઇડકાર સ્કૂટર પર તેને બેસાડીને લાવ્યો હતો. યુવતીના કાકી અને કાકાને શંકા ગઇ હતી કે તેની સાથે કાંઇ અજુગતું થયુ છે. 

મંગેશે તેને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી લિફ્ટ આપી હોવાની કબૂલાત કરી હતી. બંને જણાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પર તપાસ કરવા માટે ગયા ત્યારે એક મહિલાએ તેમને જણાવ્યુ હતુંકે મંગેશે તેને અમરાઇવાડી મૂકી દેવા માટે લિફ્ટ આપી હતી. કાકા-કાકીએ મંગેશની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે યુવતીને રામોલ રિંગરોડ પર અવાવરું જગ્યા પર લઇ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અમરાઇવાડી પોલીસે આ મામલે મંગેશ વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે એક અઠવાડિયા પહેલાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં એક મૂક બધીર યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. યુવતી પર પડોશમાં રહેતા યુવકે બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Lift ahmedabad rape દુષ્કર્મ ahmedabad

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ