ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રૂ. 2,850 કરોડના ખર્ચે અમદાવાદને મળશે મેટ્રોનું વધુ એક નજરાણું, હજારો મુસાફરોને મળશે લાભ

આયોજન / રૂ. 2,850 કરોડના ખર્ચે અમદાવાદને મળશે મેટ્રોનું વધુ એક નજરાણું, હજારો મુસાફરોને મળશે લાભ

Published By: Dhruv Brahmbhatt

Last Updated: 09:36 AM, 6 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદને વધુ એક નવું નજરાણું આપવાની તૈયારીમાં છે ગુજરાત સરકાર. જેનો સીધો ફાયદો મુસાફરોને જ થશે.

ADVERTISEMENT

આપ સૌ કદાચ જાણતા હશો કે તાજેતરમાં જ સત્તાવાર રીતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની મહોર લાગી ચૂકી છે. પરંતુ સાથે અમદાવાદને 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની પણ મંજૂરી મળશે. ત્યારે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ ઓથોરિટીએ વધુ 83 કિમીના નવા રૂટનું આયોજન કરી નાખ્યું છે.


નવા રૂટનો DPR સરકારને મોકલી દેવાયો

મેટ્રો રેલ ઓથોરિટીએ જે-તે સમયે મુસાફરોને અગવડતા ન પડે તે હેતુસર એક સકારાત્મક નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે પાલડી મેટ્રો સ્ટેશનથી દાણીલીમડા થઈને ગીતા મંદિર થઈને કાંકરિયાના રૂટથી એપેરલ પાર્કને જોડતા સાડા 9 કિમીના આ નવા રૂટનો DPR તૈયાર થઈ રહ્યો છે. નવા રૂટનો DPR સરકારને મોકલાયો છે. તમને જણાવી દઇએ કે, રૂ. 2,850 કરોડના ખર્ચે આ નવો રૂટ બનશે. એ પણ આવનારા 4 વર્ષમાં જ તૈયાર કરી દેવાનું તંત્રનું આયોજન છે.

Metro Route

રૂ. 10,675 કરોડના ખર્ચે કરાશે તૈયાર

તદુપરાંત આ મેટ્રોનો સર્ક્યુલર રૂટ 35.74 કિમીનો રહેશે, જે 10,675 કરોડના ખર્ચે તૈયાર થશે. આ રૂટ વાસણા APMC સ્ટેશનથી આગળ વધીને પિપળજ, નારોલ, સીટીએમ, બાપુનગર થઇને નરોડા અને ત્યાંથી સિવિલ થઇને RTO સર્કલના હાલના સ્ટેશન સાથે જોડાઇ જશે. આ રૂટનો DPR પણ સરકારમાં સબમિટ કરી દેવાયો છે. શહેરને ધોલેરા એક્સપ્રેસ વે સાથે જોડતા સનાથલના રૂટ પર દોડાવવાનું પણ આયોજન થયું છે. પરંતુ સરકારની મંજૂરી મળ્યા બાદ પ્લાનને અમલમાં મૂકાશે.

સંકળાયેલા મુદ્દાઓ

metro route અમદાવાદ મેટ્રો ahmedabad metro

Published by

Dhruv Brahmbhatt

Dhruv Brahmbhatt is a Sr. Journalist at VTV Gujarati and writing detailed analysis-based stories for 5 years.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ