બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાલડીમાં કોલેજ પ્રોફેસરે માતાની હત્યા બાદ આપઘાત કરતાં ચકચાર, 'સગો કેમ વેરી' બન્યો
Last Updated: 03:26 PM, 10 July 2024
અમદાવાદમાં પોતાના સ્વજનોને હાથે ગુનાઓની ઘટનાઓ વધી રહી છે. વધુ એક વાર શહેરમાં પોતાના પરિવારના હાથે ગુનાખોરીનો મોટો બનાવ બન્યો છે. પાલડીના મહાલક્ષ્મી ફ્લેટમાં GLS કોલેજના પ્રોફેસર મૈત્રેય ભગતે પોતાની સગી માતાની છરીથી હત્યા કરી નાખીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પડોશીઓએ જાણ કરતાં પોલીસ મહાલક્ષ્મી ફ્લેટમાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પાડોશીઓનું કહેવું હતું કે પ્રોફેસર મૈત્રેય ભગત દરરોજ વહેલી સવારે નોકરી પર જાય છે પરંતુ બુધવારે સવારે દરવાજો બંધ હોવાથી શંકાને આધારે પોલીસને જાણ કરી અને પોલીસ આવીને કોઈક રીતે દરવાજો ખોલ્યો ત્યારે માતા અને પુત્રની લાશ મળી આવી હતી. આ પછી એફએસએલ ટીમને પણ ઘટના સ્થળે બોલાવાઈ હતી.
ADVERTISEMENT
પ્રોફેસર ડિપ્રેશનમાં હોવાનો પડોશીઓનો દાવો
ઘરમાં ફક્ત માતા-પુત્ર જ રહેતા હતા. પાડોશીઓનું કહેવું હતું કે પ્રોફેસર થોડા સમયથી ડીપ્રેશનમાં રહેતાં હતા. જોકે તપાસમાં હત્યા-આપઘાતનું સાચું કારણ સામે આવશે.
ADVERTISEMENT
મૈત્રેય ભગત ઈકોનોમિકસ જીએલએસમાં ઈકોનોમિકસના પ્રોફેસર
માતાની હત્યા કરીને આપઘાત કરનાર પ્રોફેસર મૈત્રેય ભગત (42 વર્ષ) GLS કોલેજમાં ઈકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. જ્યારે માતા દત્તા ભગત 75 વર્ષના હતા. પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. મૈત્રેય ખાધે-પીધે સુખી હતા અને પિતા હયાત નથી એક બહેન જે સુરતમાં રહે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : IAS પુત્રની વિકૃતી હદ બહાર ગઈ ! બનેવી સાથે સાવકી માતા પર રેપ, વીડિયો બનાવ્યો
ડીસીપી, શિવમ વર્માએ શું કહ્યું
ADVERTISEMENT
ઝોન -7ના ડીસીપી, શિવમ વર્માએ કહ્યું કે તપાસમાં અમને માલૂમ પડ્યું કે મૈત્રેય ભગતે આપઘાત કર્યો હોઇ શકે છે. મૈત્રેયની માતાનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. જેની પાસેથી રસોડામાં વપરાતી છરી પણ મળી આવી હતી. હાલ લાગી રહ્યુ છે કે ડિપ્રેશનને કારણે આવું બન્યું હોવું જોઇએ. મૃતકની વાત મંગળવારે રાતે આઠ વાગે મામા સાથે થઇ હતી. એટલે અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, આ ઘટના મોડી રાતે બની હોઈ શકે છે.
અંકલેશ્વરમાં પુત્રે કરી માતાની હત્યા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંકલેશ્વરમાં પુત્રે માતાની હત્યા કરી હતી. જીઆઈડીસીમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્ધાંત ચૌધરીએ બોલાચાલીમાં માતાનું ચપ્પાથી ખૂન કરી નાખ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.