બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના કોલ્ડપ્લે કાર્યકમમાં હોબાળો, ગેટ નંબર 1 પર લોકોએ તોડી રેલિંગ, કારણની 'એન્ટ્રી'

VIDEO / અમદાવાદના કોલ્ડપ્લે કાર્યકમમાં હોબાળો, ગેટ નંબર 1 પર લોકોએ તોડી રેલિંગ, કારણની 'એન્ટ્રી'

Last Updated: 09:22 PM, 26 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ આઠ વાગ્યે એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવતા થયો હોબાળો, લોકોને સમજાવી પોલીસે મામલો થાળે પાડ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ ચાલી રહ્યો છે. ત્યારે આજે પણ અનેક મહાનુભવો સહિતના ચાહકો નમોમાં કોન્સર્ટની મોજ માણી રહ્યાં છે. પ્રફૂલ દવે, ઈશાની દવે, જિગ્નેશ મેવાણી અને પાર્થિવ પટેલ સહિતના ગુજરાતી સેલિબ્રિટીનો જમાવડો જોવા મળી રહ્યો છે.

એન્ટ્રી ગેટ બંધ કરતા થયો હોબાળો

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ આઠ વાગ્યે ગેટ બંધ કરી દેતા હોબાળો પણ મચ્યો હતો. સ્ટેડિયમનો ગેટ નંબર 1 એટલે કે, એન્ટ્રી ગેટ બંધ કરતા ટોળા બેકાબૂ બન્યા હતા. લોકોએ લાઈનમા ઉભા રહેવા લગાવેલી રેલીંગ પાડી દીધી હતી. જો કે, પોલીસ ઘટના સ્થળે પહોંચીને લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.

સ્ટેડિયમ હાઉસફૂલ !

વિવિધ રાજ્ય અને શહેરોમાંથી યુવાઓ અમદાવાદ આવ્યા છે અને કોલ્ડપ્લે કોન્સર્ટનો લાહવો લઈ રહ્યાં છે. શનિવારની જેમ આખું સ્ટેડિયમ પણ લોકોની અવાજથી ગુંજી ઉઠ્યું છે. કોન્સર્ટમાં પ્રેક્ષકોને મૂન ગ્લાસ આપવામાં આવ્યા છે, જેના કારણે લાઈટ્સ ચળકળકાટ જોવા મળી રહી છે. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખબોખબ ભરાયા છે.

કોન્સર્ટને લઈને અમદાવાદમાં પોલીસ એલર્ટ

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ NSG કમાન્ડો સાથે પોલીસ જવાનો પણ સજ્જ છે. 4 હજાર પોલીસ જવાનો સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી ન થય તે માટે આયોજન. 142 PSI, 63 PI, 25 ACP, 14 DCP સહિત પોલીસકર્મીઓ તૈનાત છે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાયેલા છે. મહિલાઓ માટે પણ અલગથી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. 400થી વધુ CCTV કેમેરાથી પોલીસ મોનિટરિંગ કરાઈ રહ્યું છે. CCTVથી મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. 11 મેડિકલ સ્ટેશન, 7 એમ્બ્યુલ્સ સાથે 3 બેડની મિનિ હોસ્પિટલ તૈયાર તેમજ QRT ટીમ, NSG, SDRF, BDDSની ટીમ તૈનાત છે.

PROMOTIONAL 11

આ પણ વાંચો: MLAએ બંદૂક તાણી ગોળીઓ વરસાવી, હોટલમાં બોમ્બની ધમકી, જુઓ 8 મોટા સમાચાર

કોલ્ડપ્લેની વિશેષતા

કોલ્ડપ્લેનામાં જેમાં 6થી 7 પ્રકારના મ્યુઝિક છે. લવ, હોપ, નોસ્ટાલ્જિયા નામના મ્યુઝિક જોવા મળે છે. કોલ્ડપ્લે તેના દમદાર LIVE પર્ફોર્મન્સથી છે જાણીતું છે. યંગસ્ટર્સ અને વૃદ્ધ એમ બંને પેઢી માટે કોલ્ડપ્લે જાણીતું છે. કોલ્ડપ્લેની ટીમમાં 50% મહિલાઓ જોવા મળે છે. કોલ્ડપ્લેની ટીમમાં અંદાજે 500 લોકો હોય છે. કોલ્ડપ્લે દરેક કોન્સર્ટમાં કોઈને કોઈ સરપ્રાઈઝ આપે છે. કોલ્ડપ્લે પોતાની આવકની 10% રકમ દાનમાં આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Coldplay Concert Coldplay Concert Uproar Ahmedabad Coldplay Concert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ