બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Ahmedabad-based professor Barabar trapped in application for homosexual relationship, thus losing Rs 5 lakh

હનીટ્રેપ / સમલૈંગિક સંબંધ માટેની એપ્લિકેશનમાં અમદાવાદના પ્રોફેસર બરાબરના ફસાયા, આવી રીતે ગુમાવ્યા 5 લાખ

Mehul

Last Updated: 06:31 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ દ્વારા એપ્લિકેશન થકી હનીટ્રેપનો શિકાર કરતા બે આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર 4 આરોપીઓની શોધખોળ હાથ ધરી. ખોટા એકાઉન્ટથી 'શિકાર'ને ફસાવતા હતા

  • અમદાવાદમાં સજાતીય સંબધનો 'હનીટ્રેપ'
  • એપ્લિકેશન દ્વારા પ્રોફેસરને ફસાવતા યુવક 
  • દસમું પાસ,બે બેરોજગાર યુવક ઝડપાયા 


એપ્લિકેશન થકી હનીટ્રેપ નો શિકાર કરતી ટોળકી ઝડપાઈ છે. અમદાવાદ ગ્રામ્ય સાયબર સેલ દ્વારા બે આરોપીની ધરપકડ કરી અન્ય ફરાર 4 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.. સમલૈંગિક સંબંધ માટે વપરાતી એપ્લિકેશન દ્વારા પ્રોફેસરને હનીટ્રેમા ફસાવી આ ટોળકીએ પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા કોણ છે આ હનીટ્રેપ ગેંગ

અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં દીપેન પટેલ અને હર્ષિલ પટેલને આરોપી તરીકે  લેવાયા છે. આ બંને આરોપી સમલૈંગિક સંબંધો માટે વપરાતી GRINDR એપ્લિકેશન પર ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકો ને છેતરતા હતા. તાજેતરમાં જ એક નિવૃત્ત પ્રોફેસર ને સમલૈંગિક સંબંધો માટે અમદાવાદના નિર્ણયનગર પાસે આવેલા ગ્રીન સીટી ફ્લેટ માં બોલાવી તેમની પાસેથી રૂપિયા 5 લાખ પડાવી લેવામા આવ્યા હતા. જે અંગે પોલીસે તપાસ કરતા પોલીસે બે આરોપી ને ઝડપી લીધા છે. સાથે જ મારા મારી કરનાર અન્ય 4 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે..

GRINDR એપ્લિકેશન એક એવી એપ્લિકેશન છે કે જ્યાં સજાતીય સંબંધો ધરાવતા લોકો વાતો કરે છે. અને એક બીજા સાથે મુલાકાત કરે છે. પરંતુ આરોપી દીપેન ખોટા નામે એકાઉન્ટ બનાવી લોકો ને છેતરતો હતો.ઝડપાયેલા બે આરોપી હર્ષિલ અને દીપેન માત્ર યુવકોને ફસાવી મળવા બોલાવતા અને ત્યારબાદ આ ગુનાના ફરાર ચાર આરોપીઓ બળજબરીપૂર્વક રૂપિયા પડાવી લેતા હતા પરંતુ સજાતીય સંબંધોના કારણે બદનામીના ડરે પોલીસ સુધી ફરિયાદ પહોંચતી નથી. જોકે ગ્રામ્ય સાયબર સેલને ફરિયાદ મળતા પોલીસે આ ગુનાના બે માસ્ટર માઇન્ડ ની ધરપકડ કરી છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે બંને આરોપી ધોરણ 10 પાસ છે. અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર પણ છે.. જેથી કરી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો આ સરળ માર્ગ આરોપીએ શોધી કાઢ્યો. જોકે ધરપકડ બાદ અન્ય કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે. તેની તપાસ પોલીસે શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ