બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Ahmedabad architect designed the Ram temple

અયોધ્યા મંદિર / રામ મંદિરની ડિઝાઈન બનાવનાર અમદાવાદી આર્કિટેક્ટે મંદિરનું માપ પગનાં ડગલાથી લીધું હતું

Dharmishtha

Last Updated: 09:44 PM, 9 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં આર્કિટેક્ટ દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. રામ મંદિર 3 વર્ષમાં તૈયાર કરી દેવામાં આવશે. આ રામ મંદિર બાકીનાં મંદિરો કરતા કેવી રીતે અલગ રહેશે અને કેટલા સમયથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે?

  • અમદાવાદી આર્કિટેક્ટે મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે
  • ચંદ્રકાન્ત સોમપુરા 30 વર્ષ પહેલાં વીએચપી સાથે મળી ડિઝાઈન બનાવી
  • મંદિર નાગર શૈલીમાં તૈયાર થશે. ચારે દિશામાં રહેલા દરવાજા ચારેય દિશાના સંસ્કૃતિને રિપ્રેજન્ટ કરશે

અમદાવાદી આર્કિટેક્ટે મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે

સુપ્રીમ કોર્ટ દ્વારા આજે રામલલાની ભૂમિને લઈને ચૂકાદો આપ્યો છે. સાથે સાથે મંદિરનાં નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવવા માટે કોર્ટે સરકારને આદેશ આપ્યાં છે. જેને પગલે લોકોને આતુરતા છે કે મંદિર કેવું બનશે. ગુજરાતીઓ માટે ગોરવની વાત છે કે આ મંદિરની ડિઝાઈન અમદાવાદી આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે. 

30 વર્ષ પહેલાં વીએચપી સાથે મળી ડિઝાઈન બનાવી

આર્કિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ વીએચપી સાથે મળીને 30 વર્ષ પહેલા રામ મંદિરની ડિઝાઈન બનાવી હતી. જો કે આ જમીન તે સમયે વિવાદમાં હતી. જેનાં કારણે તેઓ મેજરમેન્ટનાં સાધનો વડે માપણી કરી શક્યા નહોતા.  આ વિશે વાત કરતા સોમપુરા જણાવે છે કે આ ડિઝાઈનનું માપ તે સમયે પગેથી પગલા ભરીને લીધું હતું.

નાગર શૈલીમાં બનશે મંદિર

રામ મંદિર 67 એકરમાં શિલ્પશાસ્ત્રનાં નિયમો પ્રમાણે તૈયાર કરવામાં આવશે. આ મંદિર ભારતની પ્રખ્યાત નાગર શૈલીમાં તૈયાર કરવામાં આવશે. મંદિરની 141 ફુટની ઊંચાઈ, 277 ફુટની લંબાઈ, 125 ફુટની પહોળાઈ ધરાવશે. 

મંદિરનું 40 ટકા કામ પુરુ 

ચંદ્રકાન્ત સોમપુરાએ જણાવ્યું હતું કે, મંદિરનું 40 ટકા કામ પુરુ થઈ ચુક્યું છે. 60 ટકા કામ બાકી છે. અંદાજીત 3 વર્ષમાં મંદિરનું નિર્માણ થઈ જશે. મંદિર નિર્માણ માટે રાજસ્થાનથી પથ્થરો મંગાવવામાં આવશે. મંદિર નિર્માણમાં સ્ટીલનો ઉપયોગ કરવામાં નહી આવે. તેમજ આ મંદિરનું આયુષ્ય હજારો વર્ષ સુધીનું રહેશે.

મંદિર અષ્ટકોણીય હશે

શિલ્પશાસ્ત્રનાં નિયમો પ્રમાણે આ મંદિર અષ્ટકોણીય હશે. જેને ચારેય તરફ દરવાજા હશે. જેમાં ગર્ભગૃહ, ગુઢ મંડપ, નૃત્ય મંડપ, રામના જન્મની મુર્તિ, રામ દરબાર હશે. મંદિર અવું હશે તેની પ્રદક્ષિણા કરી શકાશે.

કેમ્પર્સમાં કોતરણીવાળા વિજય સ્તંભ હશે

આ જગ્યાએ કેમ્પર્સમાં મંદિર ઉપરાંત અન્ય ચાર મંદિરો બનાવવામાં આવશે. જેમાં ભરત, લક્ષ્મણ, સીતા અને હનુમાન મંદિરનો સમાવેશ થાય છે.  મંદિરની ચારેય તરફ દરવાજા છે.  આ ચારેય દરવાજા દરેક દિશાની સંસ્કૃતિને અનુરુપ હશે. કેમ્પર્સમાં 250 જેટલા કોતરણીવાળા રામના વિજય સ્તંભ બનશે. 

મંદિરમાં આટલી સુવિધા હશે

આ ઉપરાંત અહીં લગભગ 6 ફુટની ઉંચી રામમુર્તિ હશે.  તેમજ કેમ્પર્સમાં સંત નિવાસ, ભક્તોને રહેવા માટેની ધર્મશાળા, ભોજનની વ્યવસ્થા તથા મંદિરનું ખાસ રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં રામાયણ તથા મહાભારત જેવા મહાકાવ્યો પર રિસર્ચ કરનારને સરળતા રહેશે. અહીંની લાઈબ્રેરીમાં ભગવાનને લગતા સંખ્યાબંધ પુસ્તકો મળી રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Architect Ayodhya Temple Gujarati News ahmedabad chandrakant sompura અમદાવાદ અયોઘ્યા મંદિર ગુજરાતી ન્યૂઝ ચંદ્રકાન્ત સોમપુરા રામ મંદિર ayodhya verdict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ