ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Amaraivadi Building Collapse
ADVERTISEMENT
અમદાવાદના અમરાઈવાડીમાં 100 વર્ષ જૂની ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. આ દુર્ઘટનામાં કુલ 4 લોકોનાં મોત થયા છે અને 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના અમરાઇવાડીના વિસ્તારમાં બંગલાવાળી ચાલીમાં બની હતી. દુર્ઘટના ઘટનાસ્થળે હાજર ફાયર વિભાગની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં 5થી વધુ લોકોને બચાવી લેવાયા હતા. આ બિલ્ડીંગના કાટમાળમાંથી બહાર કઢાયેલા ઇજાગ્રસ્ત લોકોને એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
રેસ્ક્યું ઓપરેશન અટકી પડ્યું હતું
અમદાવાદમાં અમરાઇવાડીમાં ધરાશાયી થયેલ મકાનના કાટમાળ નીચે છેલ્લી એક વ્યક્તિ દટાયેલ હતી. ત્યારે રેસ્ક્યું કામગીરી વચ્ચે કોર્પોરેશનનું JCB મશીન બંધ પડતા રેસ્ક્યુ અટક્યું હતું. જોકે બાદમાં ફરી રેસ્ક્યું કામગીરી શરૂ થઇ હતી.
મુખ્યમંત્રી રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું
અમરાઈવાડીમાં મકાન ધરાશાયી થવા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પોલીસની ટીમ, ફાયર વિભાગની ટીમ અને કોર્પોરેશનની ટીમની બચાવ કામગીરી
અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં બિલ્ડીંગ ધરાશાયી થયાના સમાચાર કોર્પોરેશન અને પોલીસને મળતાં અમરાઇવાડી પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટનાને પગલે આસપાસના લોકો દોડી જતા ટોળેટોળા વળ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી. યુધ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
લોકોએ આવા મકાન સામેથી ખાલી કરી દેવા જોઇએઃ સાંસદ
અમદાવાદના અમરાઈવાડીમાં મકાન ધરાશાયી થવા મુદ્દે સાંસદ હસમુખ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, લોકોએ આવા મકાનો સામેથી ખાલી કરી દેવા જોઈએ અને તંત્રએ પણ તેની કાળજી લેવી જોઈએ.
મેયર દૂર્ઘટના અંગે અજાણ હતા
અમરાઇવાડીમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી ત્યારે મેયર બિજલબેન પટેલ બેઠકમાં વ્યસ્ત હતા. સાથે મેયર આ દુર્ઘટના અંગે પણ અજાણ હતા.
ADVERTISEMENT

કોર્પોરેશનને નહોતી પાઠવી નોટિસ
અમદાવાદમાં મકાન ધરાશાયી થયા બાદ અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. 100 વર્ષ જૂનું મકાન હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા મકાનમાલિકને નોટિસ પાઠવવામાં આવી ન હતી.
ADVERTISEMENT

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બની હતી. જેમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.
દુર્ઘટના માટે જવાબદાર કોણ?
ત્યારે અહીં અનેક સવાલો થાય છે કે, 100 વર્ષ જૂની બિલ્ડીંગ હોવા છતાં AMCએ નોટિસ કેમ ન પાઠવી? પાણીની ટાંકી ધરાશાયી થવી કે મકાનો ધરાશાયી થવા એ શું સામાન્ય ઘટનાઓ છે?કેમ દરેક વખતે દુર્ઘટના બાદ જાગે છે તંત્ર? ક્યાં સુધી તંત્રની બેદરકારીનો ભોગ લોકો બનતા રહેશે? અમદાવાદમાં મોતના મકાન કેટલા? ભયજનક મકાનધારકો પાસે વિકલ્પ શું? અમદાવાદમાં દુર્ઘટના ક્યારે રોકાશે? જૂની ઇમારતોની સમસ્યાનું સમાધાન શું? ભયજનક મકાનોનો ઉકેલ શું? કાટમાળમાં દબાઇને હજુ કેટલાના મોત થશે? 2ના મોત માટે જવાબદાર કોણ? શહરેમાં જીવન કેવી રીતે જીવી શકાય?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ